મહારાષ્ટ્રના ગૃહ વિભાગે કોવિડ સમયગાળા દરમિયાન લોકડાઉન ઉલ્લંઘન સંબંધિત કેસોમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે, હવે તેને આ સપ્તાહે કેબિનેટમાં રજૂ કરવામાં આવશે અને જેવી મંજૂરી મળશે કે તરત જ કેસ પાછા ખેંચવાનું શરૂ કરવામાં આવશે.
કોરોના વાયરસના રોગચાળાને રોકવા માટે સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું હતું. લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા માટે સરકાર દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કેસ નોંધીને કાયદાકીય પેચો પણ કડક કરવામાં આવ્યો હતો. હવે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન ઉલ્લંઘનને લગતી બાબતોને લઈને મોટો નિર્ણય લીધો છે. જેના કારણે તે લોકોને રાહત મળશે, જેમની સામે કોરોના નિયમો તોડવાના કેસ નોંધાયા હતા.
મહારાષ્ટ્રના ગૃહ વિભાગનો આ નિર્ણય એવા લોકો માટે કોઈ રાહતથી ઓછો નથી. જેઓ કોરોના નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. પરિણામે કાર્યવાહી કરીને તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી લાખો લોકોને રાહત મળશે. હવે ઘણા લોકોને કોર્ટ અને પોલીસ સ્ટેશનના ચક્કર નહીં મારવા પડે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં 5 લાખ લોકોને મળશે ઘર, PM મોદી ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના લેહ વિસ્તારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ