Surat News: સુરતમાં સચિન GIDCમાં મોટી દુર્ઘટના બનવા પામી હોવાના સમાચાર સામે આવ્યા છે. સચિનના પાલીગામે બનેલ 6 માળની બિલ્ડીંગ ધરાશાઈ થતા 15 જેટલા લોકો ગંભીરપણે ઇજાપામ્યા છે. આ દુર્ઘટનામાં હજુ પણ અનેક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. જો કે બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર બચાવ કાર્ય હાથ ધર્યું છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં સચિન GIDCમાં 6 માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ. આ અક્સ્માતમાં 15 લોકોને ઇજા પંહોચી છે જ્યારે અન્ય કેટલાક લોકોને પણ સામાન્ય ઇજા થઈ હોવાનું માહિતી મળી. જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. ફાયર ટીમને કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી બચાવ કાર્ય હાથ ધર્યું. ફાયર ટીમ દ્વારા ધરાશાયી થયેલ બિલ્ડીંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે. સદનસીબે ચોમાસાની સિઝનમાં અત્યારે વરસાદ ના હોવાથી ફાયર ટીમ પોતાની કામગીરી બહુ જલદી કરી રહી છે.
સચિન GIDCમાં બિલ્ડીંગ ધરાશાયી થવાનું કારણ પ્રાથમિક ધોરણે તેની જર્જરીત સ્થિતિ માનવામાં આવે છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જો કે બિલ્ડીંગની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે. હાલમાં પોલીસ પણ ઘટનાસ્થળ પર થયેલ ભીડ દૂર કરી ફાયર ટીમને બચાવ કાર્યમાં મદદ કરી રહી છે. ફાયર ટીમ દ્વારા રેસ્કુય ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં એક છ માળની બિલ્ડિંગ ઉભી હતી. જેમાં આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જ જૂની હતી.જે અચાન જ તુટી પડી હતી. આ દુર્ઘટનામાં અંદાજે 15 જેટલાં લોકોને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં આસપાસના ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ પોલીસ અને ફાયરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી અનુસાર બિલ્ડિંગના કાટમાળની નીચે કેટલાંક લોકો દટાયા હોવાની આશંકા સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.કાટમાળને ખૂબ જ સાચવીને ખસેડવામાં આવી રહ્યો છે, જેથી કોઈ નીચે દબાયું હોય તો તેને બચાવી શકાય. બીજી તરફ દુર્ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યાં છે. ત્યારે આ બિલ્ડીંગ શેના કારણે ધરાશાયી થઈ તે હજુ સ્પષ્ટ જાણવા મળ્યું નથી.મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 8 લોકો દટાયા છે. આ બિલ્ડિંગ 2016માં ઉભું કરાયું હતું. આ ગેરકાયદે બાંધકામ હતું. ઘણા વર્ષો સુધી બિલ્ડિંગ ખાલી રહ્યું હતું. થોડા સમય પહેલાં આ બિલ્ડિંગમાં બે પરિવાર ભાડે રહેવા આવ્યા હતા.તેથી ત્યાની સુરક્ષા ઉપર ઘણા સવાલો ઉભા થાય છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવતી આ ઈમારત ધરાશાયી થઈ હતી. વિસ્ફોટના કારણે ઈમારત ધરાશાયી થયાની જાણ આસપાસના લોકોને થઈ હતી. લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. આ અકસ્માત અંગે વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં કેટલાક લોકો બહાર આવી ગયા હતા. હાલ કાટમાળ હટાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…