નવસારી,
ન્યુઝીલેન્ડમાં થયેલા આતંકવાદી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના જુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ અંધાધૂંધ ગોળીબારમાં ઘણી ગોળી વાગી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું. તે માંડવી તાલુકાના તડકેશ્વર ગામના અહમદ અફીણીના જમાઈ છે. જુનૈદ યુસુફ કારા છેલ્લા કેટલાક સમયથી ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયા હતા.
તડકેશ્વરમાં સમાચાર મળતાની સાથે તડકેશ્વર આસપાસ મુસ્લિમ સમાજમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી અને તડકેશ્વર ખાતે અહમદ ભાઈ અફીણી ના ઘરે લોકોના ટોળા બેસવા માટે ઉમટી પડયા હતાં.