Not Set/ છપરામાં એક શખ્સે EVM તોડ્યુ, પોલીસે કરી ધરપકડ

લોકસભા ચુંટણીનાં પાંચમાં ચરણની 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આજે દિગ્ગજ નેતાઓનું ભવિષ્યનો નિર્ણય લગભગ 9 કરોડ મતદાતાઓ કરશે. મતદાતાઓને તકલીફો ન પડે અને શાંતિપૂર્ણ વોટીંગ થાય તે માટે દરેક મતદાન મથકમાં પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તે છતા છપરાનાં સોનપુરી વિધાનસભાનાં નયાગામ મતદાન મથક નંબર 131 પર EVMને તોડી […]

Top Stories India Politics
chapara છપરામાં એક શખ્સે EVM તોડ્યુ, પોલીસે કરી ધરપકડ

લોકસભા ચુંટણીનાં પાંચમાં ચરણની 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયુ છે. આજે દિગ્ગજ નેતાઓનું ભવિષ્યનો નિર્ણય લગભગ 9 કરોડ મતદાતાઓ કરશે. મતદાતાઓને તકલીફો ન પડે અને શાંતિપૂર્ણ વોટીંગ થાય તે માટે દરેક મતદાન મથકમાં પોલીસનો ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તે છતા છપરાનાં સોનપુરી વિધાનસભાનાં નયાગામ મતદાન મથક નંબર 131 પર EVMને તોડી પડાયુ હોવાની ઘટના સામે આવી રહી છે. જો કે EVMને તોડનાર શખ્સની પોલીસે ધરપકડ કરી દીધી છે.

દેશમાં લોકસભા ચુંટણીનાં પાંચમાં ચરણનાં 7 રાજ્યોમાં મતદાન થઇ રહ્યુ છે. ત્યારે છપરાનાં સોનપુરી વિધાનસભાનાં નયાગામ મતદાન મથક નંબર 131 પર EVMને તોડી પાડવામાં આવ્યુ છે. પોલીસે EVM તોડનાર શખ્સ રંજીત પાસવાનની ધરપકડ કરી દીધી છે. છપરા ક્ષેત્ર સારણ લોકસભા બેઠકની અંતર્ગત આવે છે. જ્યાથી ભાજપનાં ઉમેદવાર રાજીવ પ્રતાપ રુડી, રાષ્ટ્રીય જનતા દળનાં ચંદ્રિકા રોય અને બહુજન સમાજ પાર્ટીનાં શ્યોજી રામ ચુંટણી મેદાનમાં છે.