Vadodra News : વડોદરા જીલ્લામાં દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ લઈને બરડો ડેરી સુધી પહોંચાડતા ટેમ્પો ચાલકો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાનો બનાવ સાવલી તાલુકા ખાતે સામે આવ્યો છે. જેમાં ગામવાસીઓએ જાતે જ રેકી કરીને ટેમ્પો ચાલકોને દૂધ ચોરી કરતા ઝડપી લીધા હતા. બાદમાં સત્તાધીશોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેને પગલે બરોડા ડેરી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
આ બનાવની વિગત મુજબ સાવલીના કરચિયા અને પસવા સહિત આજુબાજુના ગામોની દૂધ મંડળીઓમાંથી 400 લિટર દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણામન રૂટ બરોડા ડેરી દ્વારા નક્કી કરાયેલો ટેમ્પો દૂધના કેન એકઠા કરતો હતો. જોકે છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલાતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકશાન ભોગવવું પડતું હતું. જેને લઈને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઈ હતી.
ગ્રામજનોએ દૂધ લઈ જતા ટેમ્પો પર વોચ રાખતા ટેમ્પો ચાલક અવાવરૂ જગ્યાએ જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણની ભેળસેળ કરતા હોવાનું જણાયું હતું. ગામના લોકો અને દૂધ મંડળીના સંચાલકોએ મોડી રાત્રે ટેમ્પોમાંથી દૂધ ચોરી કરતા ટેમ્પો ચાલકોને ઝડપી લઈને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી.
એક ગ્રામજનનું કેવું છે કે અમે કરચીયા અને પસવા ગામ પાસે વોચ રાખીને દૂધ ભરેલા કેનમાંથી દૂધની ચોરી કરી ગટરનું પાણા ભેળસેળ કરીને ડેરીમાં મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જેમાં જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.
આ અંગે બરોડા ડેરીને જાણ કરાતા બરોડા ડેરીના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દૂધચોરી મામલે ગ્રામજનોએ તાસ કરીને કાર્યવાહીની માંગણી કરી હતી.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ, પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ
આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો
આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ