સમગ્ર રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . રાજયના અમુક શહેરોમાં વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ સતત પડી રહેલા વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું છે . ત્યારે મોડી રાત્રે મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલા જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે બે સભ્ય ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે . અંદાજે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ શ્રમિક પરિવાર પોતાની ઓરડીમાં સૂતો હતો ત્યારે અચાનક જ ઓરડીની દીવાલ ધસી પડતાં માતા અને પુત્ર દીવાલ નીચે દબાઈ ગયા હતા.
આ પણ વાંચો: રાજય માં ધોરણ 9 થી 11ના વર્ગો આજથી શરૂ કરાયા
દીવાલ ધસી પડતા ફૂલકેસરી દેવી માથુર અને પવન રામજી કુમાર માથુર ના નીચે દબાઈ જતાં બંનેનાં મોત નીપજ્યા છે. જ્યારે રામજીભાઈ રામ શંકરભાઈ , સોનું રામજીભાઈ ઇજાગ્રસ્ત થતાં બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માતા-પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાના એવા શ્રમિક પરિવારમાં એક સાથે માતા-પુત્રના અચાનક મોતથી બિહારી પરિવારમાં શોક વ્યાપી ગયો છે .
આ પણ વાંચો: અનુમલિકની માતા કુશર જહાંનું નિધન ,અરમાન મલિક અંતિમ સમય સુધી તેમની સાથે હતો