ચીન/ વુહાનમાં કોરોનાનો નવો કેસ મળ્યો, હવે દરેક નાગરિકની તપાસ કરવામાં આવશે

ચીનનના વુહાનમાં કોરોના વાયરસના  નવા કેસો એક વર્ષની અંદર નોંધાયા બાદસ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર વસ્તીનો  કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે

World
Untitled 33 વુહાનમાં કોરોનાનો નવો કેસ મળ્યો, હવે દરેક નાગરિકની તપાસ કરવામાં આવશે

ચીનનના વુહાનમાં કોરોના વાયરસના  નવા કેસો એક વર્ષની અંદર નોંધાયા બાદસ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર વસ્તીનો  કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. વુહાન એ ચીનનું શહેર છે જ્યાં કોરોનાવાયરસ પ્રથમ વખત ફેલાયો હતો, અને હવે લગભગ એક વર્ષ પછી, વુહાનમાં કોરોનાનો પાછો કેસ નોધાયો છે .

આ પણ વાંચો :ત્રીજી લહેરની આશંકા વચ્ચે સોમવારે કોરોનાના નવા કેસ 22 નોંધાયા

વુહાનના સ્થાનિક વહીવટી અધિકારી લી તાઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તમામ લોકોને ન્યુક્લિક એસિડનું પરીક્ષણ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવશે. ચીનના વુહાન શહેરની વસ્તી 10 મિલિયન થી વધુ છે.વુહાન સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે શહેરના સ્થળાંતર કરનારા મજૂરોમાં કોરોના  કેસ મળી આવ્યા છે.

આ પણ વાંચો :બાંદીપોરાનાં ચંદાજી વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, ત્રણ આતંકી કર્યા ઠાર

આ કિસ્સાઓ ત્યારે સામે આવ્યા છે જ્યારે ચીને 2020 ના શરૂઆતના મહિનાઓમાં વુહાનમાં કોરોના સંક્રમણના પ્રકોપને સફળતાપૂર્વક નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. ત્યારથી, વુહાનમાં લગભગ એક વર્ષ સુધી કોઈ  કેસસ્થાનિક કેસ નોંધાયો નથી.મંગળવારે ચીનમાં કોરોના વાયરસના 61 નવા કેસ નોંધાયા હતા. અહીં, ડેલ્ટા વેરિએન્ટે ચીનના ઘણા શહેરોમાં દસ્તક આપી છે અને તે હવે ઝડપથી ફેલાઈ રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 10 દિવસમાં ચીનના ઓછામાં ઓછા 18 પ્રાંતોમાં ચેપના 300 સ્થાનિક કેસ નોંધાયા છે.

વુહાન લેબમાં સલામતી પ્રોટોકોલની યોગ્ય વ્યવસ્થા નહોતી. જુલાઈ 2019 માં, કચરાના નિવારણ પ્રણાલી માટે  1.5 મિલિયન ડોલરની માંગ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વુહાન લેબમાં ચીની વૈજ્ઞાનિકો કોરોના વાયરસને માનવીમાં સંક્રમિત કરવા માટે કામ કરી રહ્યા છે. આવી હેરફેર છુપાવી શકાતી હતી. વુહાન લેબને યુએસ અને ચીન સરકાર બંને તરફથી ભારે ભંડોળ મળી રહ્યું હતું. અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત ડો.એન્થોની ફૌસીએ પણ વુહાન લેબને હજારો ડોલરનું ભંડોળ સ્વીકાર્યું છે.