બિગ બોસ 15 શરૂ થઈ ગયું છે. જેમાં Show નાં સ્પર્ધક અકાસા સિંહ જે છેલ્લા ઘણા દિવસોથી પ્રતિક સહજપાલ માટે પોતાની લાગણીઓની ચર્ચા કરી રહી છે. તે ઘરનાં કેટલાક Contestant સાથે જેમ કે મીશા ઐયર અને ડોનલ બિષ્ટની સાથે વાતચીત કરી પોતાની વાતો શેર કરી રહી છે.
આ પણ વાંચો – Interesting / દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે જાપાન-સિંગાપુરનો, જાણો ભારત કયા ક્રમે
આ સાથે, પ્રતિકનાં હૃદયમાં પણ તેના માટે સોફ્ટ કોર્નર છે. અને તેણે તાજેતરનાં એપિસોડમાં પણ આ વાત સ્વીકારી છે, કે અકાસા શો માં એકમાત્ર છે જે તેના માટે ખૂબ જ ખાસ છે. વળી, તે તાજેતરનાં એપિસોડમાં કરણ કુન્દ્રા અને અકાસા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જેમાં કરણ અકાસાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તે પ્રતિક સાથે મિત્રતા કરી શકે છે. પરંતુ તેઓએ તે ક્લિયર કરીને ચાલવું જોઈએ.. કે તેઓ કોઈ પણ પ્લાનિંગનો ભાગ ન બને. આપને જણાવી દઈએ કે, કરણ મીશા અને પ્રતિકનો ઉલ્લેખ કરી રહ્યો હતો.. જેમાં અકાસાએ કરણ સાથે ખુલીને વાત કરી અને શેર કર્યુ કે તે એક એવી વ્યક્તિ છે, જે કોઈની સાથે એકલી બેસીને અથવા તેને ઇગ્નોર કરીને નથી રહી શકતી. કરણે કહ્યું કે, એકલા રહેવું એ પ્રતિકનાં પ્લાનિંગનો હિસ્સો છે.. તેણે એમ પણ કહ્યું કે મીશા અને પ્રતિક બંને સાથે તેમા સામેલ છે. અને તેના વિશે વાત કરતી વખતે તેણે કહ્યું કે તેણે 2/3 રિયાલિટી શો કર્યા છે. અને કેવી રીતે કર્યુ છે તેની પ્લાનિંગનો ઉપયોગ કરીને તે આગળ વધશે.. આ સાથે તે અકાસાને કહેતો જોવા મળે છે કે પ્રતિક તમને બહાર મળે છે કે નહીં તે ખૂબ જ રસપ્રદ બનશે. આપને જણાવી દઈએ કે, પ્રતિકને પાછળથી ખબર પડી કે કોઈએ અકાસાને તેના વિશે બ્રેઈનવોશ કર્યું છે અને તેથી જ તેણી તેને અવગણી રહી છે.
આ પણ વાંચો – અકસ્માત / દેશનાં આ ભાગમાં થયો એવો અકસ્માત, લોકોની નીકળી ગઇ ચીસો, 13 લોકોનાં મોત
વળી, પ્રતિક સહજપાલ નિશાંત અને શમિતા સાથે બધું શેર કરે છે.. પ્રતિક શામ અને અકાસા સાથે બેસે છે અને ક્લિયર કરે છે કે જેમા અકાસા કહે છે ભલે તે રમત રમે, તેમ છતા પણ તે તેની સાથે વાત કરશે, જે બાદ પ્રતિક તેને પૂછે છે કે તે વિચારે છે કે તે તેની સાથ એક રમત રમી રહી છે, તો તે જલ્દી જ ખબર પડી જશે.. અને પછી કરણ અને પ્રતિક ફરી અકાસા વિશે વાત કરે છે.. અને કરણ તેમને પૂછે છે તે ખરેખર અકાસાને પસંદ કરે છે કે નહીં. જે અંગે પ્રતિક કહે છે કે તે મારી સારી મિત્ર છે. કરણ પ્રતિકને પણ કહે છે કે અકાસા એકદમ અલગ અને સરળ છોકરી છે. તેની સાથે રમતો રમવી ખોટી રહેશે.. કારણ કે તે તમને પસંદ પણ કરે છે. હવે તે જોવું રસપ્રદ રહેશે કે અકાસા અને પ્રતિક પ્રેમમાં રહેશે કે માત્ર મિત્ર બનીને રહેશે.