Ahmedabad News: ભારતી આશ્રમ વિવાદને (Bharati Ashram) લઈને નવો જ વળાંક આવ્યો છે. ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ આવ્યા છે. વિશ્વેશ્વરી ભારતી પર લાગેલા આક્ષેપ પર મોટો ખુલાસો થયો છે. ભારતી આશ્રમ રૂમમાં બાળકી મળી આવી હતી. આ બાળકી વિશ્વેશ્વરીના ભાઈની દીકરી હોવાનું બહાર આવ્યું હતું. મારા પર જે આક્ષેપ થયાં તેને લઈને મને ખૂબ જ દુઃખ થયું હતું. મીડિયા સમક્ષ વિશ્વેશ્વરી ભારતી માતાજી રડી પડ્યા હતા.
વિશ્વેશ્વરી માતાએ મીડિયા સમક્ષ હૈયાફાટ રૂદન કર્યુ હતું. તેમણે દાવો કર્યો હતો કે મેં સન્યાસ લીધા પછી કોઈ ખોટું કામ કર્યું નથી. કોઈ દીકરી સાધ્વી બને પછી તેની સાથે આવું થાય તે યોગ્ય નથી. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે.
મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29 ઓગસ્ટ, 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ 31 ઓગસ્ટ, 2024ના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા.
ટ્રસ્ટીઓએ કરીને સરખેજ ભારતી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરી છે અને તેઓ આ આશ્રમના મહંત અને વારસદાર પણ છે. જેથી તેમણે સરખેજ ભારતી આશ્રમનો વહિવટ અને ગાદી સંભાળી છે. હવે ઋષિભારતી બાપુના સમર્થનમાં આજે લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળી રહી છે.
આ પણ વાંચો: સરખેજ ભારતી આશ્રમના વિવાદ કેસમાં વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતી તથા ઋષિભારતીને હાંકી કઢાયા
આ પણ વાંચો: સરખેજનો ભારતી આશ્રમ ફરી વિવાદમાં, ઋષિ ભારતી બાપુની ગેરહાજરીમાં હરીહરાનંદ બાપુએ લીધો કબજો
આ પણ વાંચો: ડેરા સચ્ચા સૌદાના ગુરુ રામ રહીમ ફરી પેરોલ પર બહાર, ઉત્તરપ્રદેશના એક આશ્રમમાં રહેશે