pavagadh/ પાવાગઢ નજીકની ખુંદપીર દરગાહ પાસે વાહનની ટક્કરે દીપડો થયો ઘાયલ

પંચમહાલ જીલ્લાના પાવાગઢ નજીક આવેલી ખુંદપીર દરગાહ પાસે હાઈવે  માર્ગ ઉપરથી પસાર થતા અજાણ્યા વાહનચાલકે ટકકર મારતા દીપડો ઈજાગ્રસ્ત થયો હતો.બનાવની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોચ્યુ હતુ.

Gujarat Others
a 66 પાવાગઢ નજીકની ખુંદપીર દરગાહ પાસે વાહનની ટક્કરે દીપડો થયો ઘાયલ

પંચમહાલ જીલ્લાના પાવાગઢ નજીક આવેલી ખુંદપીર દરગાહ પાસે હાઈવે  માર્ગ ઉપરથી પસાર થતા અજાણ્યા વાહનચાલકે ટકકર મારતા દીપડો ઈજાગ્રસ્ત થયો હતો.બનાવની જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોચ્યુ હતુ.

આ પણ વાંચો : સુરતમાં પતિએ પત્ની ત્રાસથી કંટાળી કરી હત્યા, મૃતદેહ અગાશી પર મુકીને થયો ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાનો વન વિસ્તાર પાવાગઢ જંગલ તેમજ શિવરાજપુર , જાંબુઘોડા સુધી પથરાયેલ છે. વધુમાં અહી જાંબુઘોડા વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવેલ છે.આ વિસ્તારના હાઈવે માર્ગની આસપાસ ઘણીવાર દીપડા સહિતના જંગલી પશુઓ ખોરાકની શોધમાં ફરતા જોવા મળી રહે છે.

આ પણ વાંચો : અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ યુવકે આ કારણે ટૂંકાવ્યું જીવન

અહીના ગ્રામીણ વિસ્તારમાં દીપડાઓ આવી જવાના પણ બનાવો બનતા રહે છે. હાલોલ નજીક આવેલા ખુંદપીર દરગાહ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર સાંજના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકની અડફેટે દિપડો ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ વન વિભાગને કરી હતી.વન વિભાગની ટીમ બનાવ સ્થળે આવીને ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યો છે.હાલ ઈજાગ્રસ્ત દીપડાની સ્થિતિ ગંભીર હોવાથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : કોરોના વોર્ડમાં ફરજ બનાવતી નર્સનો PPE કિટ પહેરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…