Ahmedabad News : યેનકેન રીતે અમેરિકા જવા માંગતા ગુજરાતીઓના અનેક કિસ્સા સામે આવે છે. જેમાં ઘણા લોકોએ અમેરિકા જવાના ચક્કરમાં જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે અમેરિકા યેનકેન પ્રકારે પહોંચી ગયેલો એક ગુજરાતી ખોટું નામધારીને ગુજરાત આવતા પકડાયો છે. અમેરિકાથી અમીરાત એરલાઈન્સની ફ્લાઈટમાં આવતો મોહમંદ મસૂર નામનો શખસ શંકાસ્પદ પાસપોર્ટ સાથે પકડાયો હતો. હકીકતમાં મોહમંદ મસૂરના પાસપોર્ટ પર ચેડાં કરીને અલ્પેશ પટેલે પોતાની તસવીર ચીપકાવી હતી. એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગે શંકાસ્પદ પાસપોર્ટના આધારે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે એક મુસાફર ઝડપાયો છે. અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ મોહંમદ મસૂર નામથી બનાવટી પાસપોર્ટ બનાવી અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન દરમિયાન અલ્પેશ પટેલ ઝડપાઈ ગયો હતો. ઇમિગ્રેશન વિભાગે એરપોર્ટ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી આરોપીને સોંપ્યો છે.અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી અમીરાત એરલાઇન્સની ફ્લાઈટ આવી હતી. આ ફ્લાઈટમાં આવેલા મુસાફરોની ઇમિગ્રેશન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક મોહમ્મદ મસૂર નામનો વ્યક્તિનો પાસપોર્ટ શંકાસ્પદ લાગ્યો હતો, જેથી એરપોર્ટ ઈમિગ્રેશન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી.
ઈમિગ્રેશન વિભાગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, અલ્પેશ પટેલ નામના વ્યક્તિએ મોહમ્મદ મસૂર નામના વ્યક્તિના પાસપોર્ટ પર પોતાનો ફોટો ચોંટાડી અને તેનું નામ ધારણ કરી ભારતીય પાસપોર્ટમાં ચેડાં કરીને અમેરિકાથી અમદાવાદ સુધી ટ્રાવેલ કર્યું છે. ઈમિગ્રેશન વિભાગે અલ્પેશ પટેલની અટકાયત કરીને એરપોર્ટ પોલીસને સોંપ્યો છે. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો:સુરત બાદ ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, બે-કોમના ટોળા સામ-સામે, પોલીસે 17ની કરી ધરપકડ
આ પણ વાંચો:ગીરસોમનાથના કાજલી ગામે કોમી એકતાના દર્શન, અક્ષત કળશનું મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત
આ પણ વાંચો:મંજુસર ગામે થયું કોમી અથડામણ,પથ્થરમારામાં શ્રીજીની અનેક પ્રતિમાઓ ખંડિત