સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરે ની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે સરકાર દવારા કોરોના સામે રક્ષણ મેળવવા હાલ દેશભરમાં 15થી 18 વર્ષની વયના બાળકોને કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં દરમિયાન આગામી સોમવારથી ગુજરાતમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓને કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.
ત્યારે રાજયમાં 15થી 18 વર્ષ સુધીના બાળકોને વેકિસન આપવા માટે 7મી જાન્યુઅરી સુધી ખાસ ડ્રાઈવ હાથ ધરાયા બાદ આજથી બે દિવસ જે બાળકો શાળાએ નથી તેને શોધીને વેકિસનેટ કરવા માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે અને તેઓનાં અનુકુળ સમયે સેશન રાખવામાં આવશે. આગામી સોમવારથી સમગ્ર દેશ સાથે ગુજરાતમાં હેલ્થકેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વયના સીનીયર સીટીઝનો અને બિમારી ધરાવતા નાગરીકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:મોટા સમાચાર / પંજાબનાં ફિરોઝપુરથી BSF ને મળી પાકિસ્તાની બોટ
60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ લાભાર્થીઓ પોતાના ડોકટરની સલાહ મુજબ રસી લઈ શકે તે માટે તેણે કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં. ગુજરાતમાં 6,24,092 હેલ્થકેર વર્કર, 13,44,533 ફ્રંટ લાઈન વર્કર, અને અંદાજીત 14,24,600 સાઈઠ વર્ષથી વધુ ઉંમરના કોબોર્બિડ લાભાર્થીઓ મળી કુલ 33 લાખ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અપાશે.
જે લાભાર્થીએ રસીનો બીજો ડોઝ લીધો હોય અને તેને 9 મહિના પૂર્ણ થયા હોય તેઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.પ્રિકોશન ડોઝ અંગેની નોંધ કોવિડ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરવામાં આવશે. એલીજીબલ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ અંગે એસએમએસથી જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો:સાવધાન! / વડોદરામાં ઓમિક્રોનનાં વધુ 5 નવા કેસ નોંધાયા, કતરથી પરત ફરી મહિલા મળી આવી પોઝિટિવ