Ahmedabad News/ નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

અંદાજે ૧૦૦ પક્ષીવિદ, તજજ્ઞ-સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે

Top Stories Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 2025 01 24T183653.573 નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે

Ahmedabad News : નળ સરોવર પક્ષી અભ્યારણમાં તા ૨૫ અને ૨૬ જાન્યુઆરી’ ૨૦૨૫ના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાનાર છે. અંદાજે ૧૦૦ જેટલા પક્ષીવિદો, તજજ્ઞો અને સ્વયં સેવકો ૪૬ ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરીમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈકોલોજિકલ ઝોન સહિત કુલ ૧૨૦.૮૨ સ્ક્વેર કિ.મી વિસ્તારમાં પક્ષી ગણતરી કરાશે.

વન્ય પ્રાણી સંરક્ષણ ધારા- ૧૯૭૨ની કલમ-૨૮ તથા ૩૩ થી મળેલ સત્તાથી આ બે દિવસ દરમિયાન નળ સરોવર પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય દ્વારા જહેરનામાથી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

આ બે દિવસ દરમિયાન પક્ષીઓને તથા પક્ષી ગણતરીની કામગીરીમાં ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક વન વિભાગને સંપૂર્ણ સહયોગ આપવા અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલસિંહ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૈદિક મંત્રોચ્ચાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો શુભારંભ

આ પણ વાંચો: બ્રહ્મ સમાજના બિઝેનેસ સમિટનો પ્રારંભ, સીએમ રૂપાણીએ કર્યું ઉદઘાટન

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો દાવો, બ્રાહ્મણોએ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો