Pakistani prisoner/ પાકિસ્તાનની જેલમાંથી છુટેલા કેદીએ કહ્યું 25 મહિનાથી સુરજ નથી જોયો

બન્ને યુવકો નદીમાંથી બહાર નીકળ્યા તો સામે એક પાકિસ્તાની રેંન્જર ઉભો હતો. તેણે બન્નેને ઝપી લીધા હતા અને તેમને સિયાલકોટની અંડરગ્રાઉન્ડ જેલમાં મોકલી દીધા.

India
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 07T140143.144 પાકિસ્તાનની જેલમાંથી છુટેલા કેદીએ કહ્યું 25 મહિનાથી સુરજ નથી જોયો

@નિકુંજ પટેલ

જમ્મુની સરહદ પર અબ્દુલિયા નામનું એક ગામ આવેલું છે. 165 એપ્રિલ 2015ના રોજ આ ગામમાંથી બે યુવકો રેતી લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. બન્ને નદીમાંથી રેતી ભરી રહ્યા હતા ત્યારે પાણીના જોરદાર વહેણને કારણે બન્ને નદીમાં તણાવા લાગ્યા. જાન બચાવવા પ્રયાસ કરતા કરતા બન્ને જણા નદીમાંથી બહાર તો નીકળ્યા પણ જોયું તો તેઓ પાકિસ્તાનની સીમા પર પહોંચી ગયા હતા.

બન્ને યુવકો નદીમાંથી બહાર નીકળ્યા તો સામે એક પાકિસ્તાની રેંન્જર ઉભો હતો. તેણે બન્નેને ઝપી લીધા હતા અને તેમને સિયાલકોટની અંડરગ્રાઉન્ડ જેલમાં મોકલી દીધા. બસ અહીંથી બન્નેની યાતનાઓનો સીલસીલો હકીકત મિડીયાને જમાવી હતી.

ધો.10 સુધી ભણેલા સોનુ કુમારના જણાવ્યા મુજબ જેલમાં તેને 13 દિવસ સુધી ઉભો રાખવામાં આવ્યો હતો. આંખો પર પટ્ટી અને મોઢામાં ડુચો મારેલો હતો. હું જમીન પર પડી જાઉ તો મને સાંકળથી બાંધીને ઉભો કરી દેવાતો હતો. જોકે કોઈએ મારપીટ કરી ન હતી.બસ મને ઉભા રહેવાનું કહેતા હતા. 13 દિવસ સુધી ચાલેલા આ ઘટનાક્રમ બાદ મને બીજી રીતે ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.

તેઓ મને એક જ સવાલ પુછતા હતા તને કઈ એજન્સીએ મોકલ્યો છે રો કે ઈન્ટેલીજન્સ ?
સોનુએ કહ્યું અમે ભુલથી આવી ગયા છીએ. ત્યારે તે લોકો કહેતા હતા કે અમને માહિતી મળી છે કે તમે અહીં પહેલા પણ બોમ્બ વિસ્ફોટ કર્યા છે. અહીં તમારી સાથે અન્ય લોકો પણ છે. સોનુએ કહ્યું કે તમે ચેક કરી શકો છો. અમે પહેલા ક્યારેય અહીં આવ્યા નથી અને કોઈ બોમ્બ વિસ્ફોટ પણ કર્યો નથી.

વધુમાં સોનુંનું કહેવું છે કે 25 મહિના સુધી તે સિયાલકોટની અંડરગ્રાઉન્ડ જેલમાં રહ્યો હતો. તે રોજ સવારે 6 વાગ્યે ઉઠી જતો હતો. અમે આખો દિવસ કામ કરતા હતા. જેમાં રસોઈથી લઈને ખાડા ખોડવા સુધીના કામ કરતા હતા. કેદીઓમાં કેટલાક બિમાર શરૂ થયો. જેમાં

એક યુવકનું નામ સોનુ કુમાર હતું.
પાકિસ્તાનની જેલમાં પહોંચ્યા બાદ શુ થયું, જેલમાં કેવી હાલત હતી, કોર્ટમાં શું થયું તે સંદર્ભે સોનુંએ સઘળી તો કેટલાક આંધળા પણ હતા. જેલમાં ચાર બ્લોક તો એવા હતા જ્યાંથી કોઈને બહાર જવાની મનાઈ હતી. સોનુંએ વધુમાં કહ્યું કે તે જેલમાંથી બહાર નીકળ્યો ત્યારે જેલમાં 27 કેદીઓ બંધ હતા. જેમાં 10 કેદી ત્રાસને કારણે પાગલ થઈ ગયા હતા.હજી પણ તેઓ જેલમાં છે. પોતાના ગામ, નામ, પરિવાર બધુ ભુલી ગયા છે.તેમાંથી કેટલાકને તો કોર્ટે ચારથી છ મહિનાની સજા પણ ફટકારી હતી. તેમછત્તા તેમને જેલમાં 20 વર્ષ થઈ ગયા હતા.

સોનુંના જણાવ્યા મુજબ તેની સાથે જેલમાં બંધ રશીદ વલી મોહ્મ્મદની બન્ને આંખોની રોશની જતી રહી છે. વિજયપુરની બશીર નવાબુદ્દીનને પણ બહું ઓછુ દેખાય છે. દિલ્હીના ઈમ્તીયાઝ મુખ્તલીમ નામના કેદીને ડાયાબિટીશ છે. તેનું સુગર લેવલ 500 છે. તેનો એક પગ કાપવો પડ્યો છે. તેમછતા તેને કોઈ દવા અપાતી ન હતી. અધિકારી કહેતા હતા કે તમારા ઘરેથી પૈસા મંગાવીને દવા અને ઈન્સ્યુલીન મંગાવો. અમારી પાસે કંઈ નથી. દવા ન મળતા એક કેદીનું મોત પણ થયું હતું. વધુમાં સોનુએ કહ્યું હતું કે કેદીના મોત બાદ ઉર્દૂમાં ખોટા રિપોર્ટ બનાવવામાં આવતા હતા જેમાં સાથી કેદી બિમાર હોવાનું લખાવીને તેની પર બીજા કેદીની સહી લઈ લેતા હતા.

પાકિસ્તાની કેદીઓ સંદર્ભે વાત કરતા સોનુ કુમારે કહ્યું કે અમે બધા સાથે જ રહેતા હતા. એક બીજાની મદદ પણ કરતા હતા. જોકે કેટલાક કેદીઓ ભારત અને હિંદુઓ પ્રત્યે ખૂબ નફરત કરતા હતા. તેઓ અવારનવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ બોલતા હતા.

જેલમાં કેદીઓને ક્યારેક કરંટ અપાતો હતો તો ક્યારે ઉંદા લટકાવીને મારઝુડ કરતા હતા. પુછપરછ માટે તેઓ તમામ પ્રકારની ક્રુરતા આચરતા હતા. મને એ જ રીતે 25 મહિના સુધી રાખ્યો હતો. બાદમાં આર્મી કોર્ટમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં પણ તેમના જ જજ બેઠા હતા. જજ કર્મન મહતે મને કહ્યું તે ભુલ કરી છે. માટે સજા તો આપવી પડશે. મેં કહ્યું મને વકીલની મદદ તો અપાવો જે અમારા વિશે સાચી હકીકત શોધી શકે. તો જજે કહ્યું નહી. તમે જે કર્યું છે તેની સજા પાંચ વર્ષ છે., એમ સોનુએ કહ્યું હતું.

જોકે બાદમાં મને એક વકીલ અપાયો હતો. તે કોર્ટમાં કહેતો હતો કે મારા અસીલ સાથે કડક વલણ દાખવવામાં ન આવે.ય ઓછામાં ઓછી સજા આપવામાં આવે. ત્યારબાદ મને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. મારી સાથે પકડાયેલા વ્યક્તિને પાંચ વર્ષ પહેલા જ છોડી મુકાયો હતો. પાંચ વર્ષ પુરા થયા બાદ મને વધુ બે વર્ષ જેલમાંરાખવામાં આવ્યો હતો. હુ ક્યારે છુટીશ એમ પુછતો ત્યારે તેઓ કહેતા કે અમને માહિતી મળી છે કે તુ ઈન્ટેલીજન્સનો માણસ છે. આથી અમે વધુ તપાસ કરીશું.

તેઓ મને કહેતા કે તને જલ્દી છોડી મુકીશું. દરમિયાન 11 ઓગસ્ટના રોજ ચાર જણાને છોડવાના હતા. જેમાં બે ઉત્તરપ્રદેશ અને એક બિહારનો રહેવાસી હતો. અમને બહાર લાવવા ગેટ પાસે લઈ આવ્યા. પરંતુ મને અચકાવી દેવાયો અને કહ્યું કે ઉપરથી કોલ આવી ગયો છે. અમારી ઈન્ટેલીજન્સ એજન્સી આઈએસઆઈએ કહ્યું છે કે આ શખ્સને હાલમાં છોડવાનો નથી. ફરીથી મને જેલમાં ધકેલી દેવાયો. ત્યારબાદ મને છ મહિના જેલમાં રખાયો.

જેલમાંથી છુટવાના દિવસ અંગે વાત કરતા સોનુએ કહ્યું કે25 ડિસેમ્બરના રોજ મને કહેવામાં આવ્યું કે કાલે તને જેલમાંથી છોડવામાં આવશે. બીજે દિવસે મને સવારે 10 વાગ્યે પાકિસ્તાનથી વાઘા બોર્ડર પર લઈ જવાયો. મારી માતા, ભાઈ, બહેન મને લેવા માટે આવ્યા હતા. આ રીતે મારી યાતનાઓની સફર પુરી થઈ, એમ સોનુએ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: