સુરતના હજીરા બીચ પરથી જંગી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એસઓજીએ દરિયા કિનારેથી રૂ.1 કરોડની કિંમતનો હશીશ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં તે અફઘાની હશીશ હોવાનું બહાર આવ્યું છે. SOGએ હશીશ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપવાના સૌથી વધુ કેસો સામે આવતા હતા ત્યારે હવે દક્ષિણના દરિયાકાંઠેથી મોટી માત્રામાં હશીશનો જથ્થો ઝડપાયો છે.
સુરતમાં ફરી દરિયાકિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. આપને જણાવી દઈએ હજીરા દરિયા કિનારેથી એક કરોડથી વધુનું ચરસ અફઘાની ચરસ મળી આવ્યું છે. જે બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ અઢીથી ત્રણ કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવતા પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો