@ઓમ થોભાની
Dwarka News: દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાયો છે. SOGની ટીમને ગઈકાલ રાત્રે શાંતિનગર ખાતેની એક હોટલની નજીક બીચની સામે બિનવારસી હાલતમાં ચરસનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. માદક પદાર્થની હેરાફેરી કરનારા મળી ન આવતા SOG પોલીસે ફરિયાદ નોંધાવી છે.
સૂત્રો દ્વારા જાણવા મળતાં દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે ગઈકાલ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વિસ્તારમાં આવેલા વરવાળા શાંતિનગર ખાતેની એક હોટલ નજીક બીચની સામે દરિયાકાંઠે બિનવારસી હાલતમાં પોલીસને એક બોક્સ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચરસ હોવાનું ખુલ્યું છે. 897 ગ્રામ જેટલું ચરસ પોલીસે જપ્ત કરી દીધું છે. આ ચરસની અંદાજીત કિંમત રૂપિયા 44 લાખ 85 હજાર છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે આ ચરસ વિદેશી હોઈ શકે છે.
આ પણ વાંચો:સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર બિહારના બે શુટરો કચ્છમાંથી ઝડપાયા
આ પણ વાંચો:રૂપાલા વિવાદનો અંત લાવવા મોડી રાત્રે CM નિવાસ્થાને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી
આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું
આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ