વાલીઓ સાવધાન/ સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 10 મહિનાનું બાળક ફુગ્ગો ગળી જતા મોત

10 મહિનાનો બાળક ફુગ્ગાથી રમતા રમતા મોઢામાં ફસાયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતાં તાત્કાલિક બાળકને 108 એમ્બયલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો

Top Stories Gujarat Surat
ફુગ્ગો
  • સુરતમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  • 10 મહિનાનું બાળક ફુગ્ગો ગળી જતા થયું મોત
  • રમતા રમતા બાળકના ગળામાં ફસાયો હતો ફુગ્ગો
  • બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લવાયો હતો
  • ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું
  • કડોદરા વિસ્તારમાં શિવસાઈ સોસાયટીમાં રહે છે પરિવાર

સુરતમાંથી અવાર-નવાર માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા રહે છે. માતા-પિતાની લાપરવાહીના કારણે નાના માસૂમ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે શહેરમાંથી આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના કડોદરા શિવસાઈ સોસાયટીમાં 10 મહિનાનો બાળક ફુગ્ગાથી રમતા રમતા મોઢામાં ફસાયો હતો. ફુગ્ગો ગળામાં ફસાઈ જતાં તાત્કાલિક બાળકને 108 એમ્બયલેન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો:દિગ્ગજ અભિનેત્રી આશા પારેખને આપવામાં આવશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ

આ પણ વાંચો:પાક.ઇન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલ શખ્સની અમદાવાદના કોટ વિસ્તારમાંથી ધરપકડ

આ પણ વાંચો:સુરતના હુક્કાબાર પર પોલીસના દરોડા, લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત