Arvalli news:મોડાસા શહેર પાસેથી પસાર થતી માઝુમ નદીની કાયાપલટ થશે. નદીના કાંઠા પર માઝુમ પાર્ક બનાવાશે. મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જાહેરાત કરી છે મોડાસાને સ્માર્ટ સિટી બનાવવાનો પાલિકા વહીવટી તંત્રએ સંકલ્પ કર્યો છે. જેના કારણે માઝુમ નદીના કાંઠે આશરે 10 કરોડના ખર્ચે રિવરફન્ટ પાર્ક તૈયાર કરવાની પાલિકાના પ્રમુખે જાહેર કરી છે સાબરમતી રિવરફ્રન્ટની જેમ જ માઝુમ નદીનાં કાંઠે સુંદર સુશોધિત રિવરફ્રન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે.
જેમાં ગાર્ડન, પાર્કિંગ, ચીલ્ડ્રન પ્લે એરિયા, વોકિંગમાર્ગ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. માઝુમ નદીના બ્રિજથી કાશીવિશ્વનાથ સુધી આશરે 360 મીટરનો માઝુમ રિવરફ્રન્ટ બનશે. જે માટે આશરે 10 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. માઝુમ નદીના પાણીના શહેરને પ્રવેશતા રોકવા માટે નદીની બંને બાજુ પ્રોટેકશન વોલ પણ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં માઝુમ નદીના કાંઠે રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો:મોડાસાના પિતા-પુત્ર સામે 1.44 કરોડની ઠગાઈની ફરિયાદ
આ પણ વાંચો: મોડાસામાં રખડતા ઢોરે મહિલા પર કર્યો જીવલેણ હુમલો, મહિલા ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:મોડાસા-માલપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત અને 25 ઇજાગ્રસ્ત