Not Set/ રાજ્યમાં સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં ઝીંકાયો વધારો

સ્કૂલો શરૂ થવાની છે ત્યારે હવે સ્કૂલ વાનનાં ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે તમારે તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલવા માટે ખીચુ થોડુ વધારે ખોલવુ પડશે.

Top Stories Gujarat Others
સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં વધારો
  • રાજ્યમાં સ્કુલ રીક્ષાના ભાડામાં રૂ.100 નો વધારો,
  • સ્કુલ વાનના ભાડામાં રૂ. 200 નો વધારો કરાયો,
  • સ્કુલ વર્ધિ એસોસિએશન દ્વારા ભાવ વધારાનો નિર્ણય,
  • સ્કુલ રીક્ષાના મીનીમમ ચાર્જમાં રૂ. 100 નો વધારો,
  • પ્રતિ કિમીએ વાલીઓએ રૂ. 100 વધુ ચુકવવા પડશે,
  • મિનિમમ ભાડું 850 ને બદલે 1 હજાર કરાયું

રાજ્યમાં હવે કોરોનાનાં કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. કોરોનાનાં કેસમાં સતત ઘટાડા બાદ હવે સરકારે શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા લગભગ 2 વર્ષથી બાળકો શાળામાં નહી પણ પોતાના ઘરે ઓનલાઇન ક્લાસ ભરી રહ્યા છે. શાળા ખુલવાની તૈયારીઓ થઇ ગઇ છે ત્યારે હવે સ્કૂલ વાનમાં જતા બાળકોનાં પરીવારજનોને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં વધારો

આ પણ વાંચો – Political / અખિલેશનો માસ્ટરસ્ટ્રોક- અમારી સરકાર આવશે તો મૃતક ખેડૂતોનાં પરિવારજનોને આપીશું 25-25 લાખ રૂપિયા

પેટ્રોલ-ડીઝલ અને CNG માં સતત વધી રહેલા ભાવોને કારણે જીવન જરૂરિયાતની તમામ ચીજોનાં ભાવ આસમાને પહોંચ્યા છે. પરંતુ આ ભાવ વધારાની અસર શાળાઓની વર્ધી ફી માં પણ જોવા મળી રહી છે. આપને જણાવી દઇએ કે, સ્કૂલો શરૂ થવાની છે ત્યારે હવે સ્કૂલ વાનનાં ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે તમારે તમારા બાળકને સ્કૂલ વાનમાં મોકલવા માટે ખીચુ થોડુ વધારે ખોલવુ પડશે. મળી રહેલી માહિતી અનુસાર, સ્કૂલ વાનનાં ભાડામાં રૂપિયા 200 નો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાડામાં વધારા બાદ મિનિમમ ભાડું 1 હજાર રૂપિયા થઇ જશે, જે પહેલા 850 હતુ. વળી સ્કૂલ રીક્ષાનાં મિનિમમ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે તમારા બાળકને સ્કૂલ રીક્ષામાં મોકલવા માટે તમારે પ્રતિ કિમીએ 100 રૂ. વધુ ચુકવવા પડશે. જણાવી દઇએ કે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ ભાવ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કૂલ વાન અને રીક્ષાનાં ભાડામાં વધારો

આ પણ વાંચો – Covid-19 / યુરોપનાં દેશોને WHO એ આપી ચેતવણી, કહ્યુ- કોરોનાને કારણે 7 લાખથી વધુ લોકોનાં થઈ શકે છે મોત

કોરોના મહામારીનાં કારણે છેલ્લા લગભગ 2 વર્ષથી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાની ગાડી થોભી ગઇ હતી, પરંતુ હવે શાળાઓ શરૂ થશે ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરતા પહેલાથી તકલીફો સહન કરી રહેલા વાલીઓ માટે એક નવી મુસિબત ઉભી થશે. જો કે રીક્ષા અને વાનમાં બાળકોને મોકલવામાં સુરક્ષા કેટલી તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. રીક્ષા તેમજ વાનમાં જે રીતે નિયમોની ઐસી-તૈસી કરી ઘેટા-બકરાની જેમ માસૂમ ભૂલકાઓને ભરવામાં આવે છે તેને કારણે છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે પહેલા ભૂલકાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરાય તે જરૂરી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…