21 મી સદી એ ટેકનોલોજીનો યુગ કહેવાય છે અને આ ટેકનોલોજીના યુગમાં અનેક એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, જેનાથી લોકો પણ અચરજમાં પડી જતા હોય છે અને કહેવા પણ માંગે છે કે, આ શું થઇ રહ્યું છે. આ જ પ્રકારનો એક વિડીયો રાજકોટ જિલ્લાના જસદણમાંથી સામે આવ્યો છે, જેનાથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, આજનું યુવા ધન કઈ બાજુ જઈ રહ્યું છે. હકીકતમાં જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ બહાર યુવતીઓ વાહનની રાહ જોઈને બેઠી છે. તો બસ સ્ટેન્ડની અંદરના ભાગે એક યુવક અને યુવતી કામલીલા કરી રહ્યાં છે. શહેરમાં આવી રીતે જાહેરમાં કામલીલા કરી રહેલા લોકોનો વાયરલ વીડિયો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો :તાપી નદીમાં અનેક માછલીઓના મોત, આ કારણ હોઈ શકે છે જવાબદાર
મળતી માહિતી મુજબ, રાજ્યના ચાર મહાનગરોમાંના એક એવા રાજકોટ જીલ્લામાં આવેલા જસદણમાં એક જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે અને આ જગ્યાએ હંમેશા માટે ટ્રાફિક રહેતો હોય છે. આ સમયમાં જુના બસ સ્ટેન્ડ પાસે લોકો પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે વાહનની રાહ જોઈને બેઠા હોય છે.
બીજી બાજુ આ બસ સ્ટેન્ડની હાલત જૂનુ હોવાને કારણે સારી નથી. જેથી લોકો તેની અંદર બેસતા નથી, ત્યારે આ સ્થિતિમાં એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યાં હતા અને આ ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો :બીજા લગ્નની મંજૂરી ન આપતા પતિએ બાળક ન થવા દેવાની પત્નીને આપી ધમકી
જો કે બસ સ્ટેન્ડમાં જાહેરમાં કામલીલા કરી રહેલા યુવક અને યુવતી કોણ છે, તે અંગે હાલ તો કોઈ પૃષ્ટિ થઇ નથી અને વાયરલ વિડીયો કઈ વ્યક્તિએ વાયરલ કર્યો તે અંગે પણ કોઈ ખાતરી થઇ શકી નથી. પરંતુ વિડીયોમાં જાહેરમાં જ જે થઇ રહ્યું તે જોતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો :પ્રદુષિત પાણીના કારણે પાક નિષ્ફળ જતા ધોરાજી ના વેગડી ખેડૂતનો આપઘાત
આ પણ વાંચો :ઉનાના ગીર પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો :MS ધોની જે કડકનાથ મરઘા ઉછેરે છે, તે હવે ગુજરાતના આ શહેરમાં પણ ઉપલબ્ધ…