ગુજરાત : રાજ્યમાં માતૃત્વ અને માનવતા પર લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરના એક વિસ્તારમાં નવજાત શિશુ કચરાપેટીમાં મૃત હાલતમાં મળી આવ્યું. આ ઘટનાની જાણ થતા શહેરની પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી. નવજાત શિશુ જે કચરાપેટીમાંથી મળી આવ્યું તેની આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. તેમજ આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરશે.
જામનગર શહેરના નાગેશ્વર પાર્કમાં એક નવજાત શિશુને કચરામાં ફેંકી દીધું. આ શિશુ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું. કચરામાં ફેંકેલ નવજાત શિશુને કૂતરાઓએ ફાડી ખાધું હતું. શિશુનુા માથા, હાથની સાથે ધડ ગંભીર ઇજા પામેલ હોવાનું દેખાયું. સવારે કૂતરાઓના વધુ પડતા અવાજના કારણે સ્થાનિકોનું ધ્યાન ગયું અને પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પંહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
આજકાલ નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ અનેક વખત સમાચારોની હેડલાઈન બની રહી છે. યુવાનો પોતાની મજા અને આનંદ ખાતર અન્યનો ભોગ લઈ રહ્યા છે. અને ગર્ભધારણ કરનાર યુવતી કે મહિલાઓ પોતાની સંવેદના ગુમાવી ચૂકી છે. તેઓ પોતાના શિશુને ત્યજી દેતા જરાપણ દયા દાખવતી નથી. આજના આધુનિક જમાનામાં માતૃત્વ અને માનવતા વિસરાઈ રહ્યા છે. રાજ્યમાં આવી ઘટનાઓ વધતા સરકારે પણ હવે આકરા પગલા લેવા વિચારણા કરવી જોઈએ.
આ પણ વાંચો: PM Modi In Rudrapur/PM મોદીની મોટી જાહેરાત, સરકાર શૂન્ય વીજળી બિલ લાવવાની બનાવી રહી છે યોજના
આ પણ વાંચો: Delhi Liquor Policy Case/રાઘવ ચઢ્ઢા અંગે સૌરભ ભારદ્વાજને પૂછવામાં આવ્યું, ‘અમારી સાથે ના હોત તો…’
આ પણ વાંચો: Delhi Government Hospital/કેન્સર પીડિતની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 9 કલાક દોડધામ, પ્રવેશ ના મળતા ગુમાવ્યો જીવ