Patan News : પાટણમાં આઘાર ગામના વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીએ ઉડતું લડાકુ વિમાનનો પ્રોજેક્ટ બનાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. સરસ્વતી જાળેશ્વર-પાલડી ખાતે પ્રજાસત્તાક પર્વનું આયોજન કરાયું હતું.
જેમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રોજેક્ટ બનાવ્યો હતો. પ્રજાસત્તાક કાર્યક્રમ દરમિયાન આ વિદ્યાર્થીનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીએ ત્રણ વર્ષની મહેનત બાદ આ લડાકુ વિમાન બનાવ્યું હતું.
એટલું જ નહી આ પ્રોડેક્ટ પાછળ વિદ્યાર્થીએ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીની સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.
આ પણ વાંચો:રસ્તા વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 કલાકમાં 3 હત્યા,કેન્દ્રીય મંત્રી પાસે માંગવામાં આવી લાખોની ખંડણી
આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
આ પણ વાંચો:બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા