Sabarkantha News/ સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

તબીબોએ હોજરીમાંથી 15 સેમીનું લીમડાનું દાતણ બહાર કાઢી સફળ ઓપરેશન કરીને વૃદ્ધને બચાવી લીધા છે. એવું કહી શકાય કે આ તબીબો માટે

Top Stories Gujarat
Image 2024 09 08T153321.937 સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

Sabarkantha News: સાબરકાંઠામાં (Sabarkantha) ગાંધીનગરના લાકરોડા (Lakroda Village) ગામમાં રહેતા વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાતણ કાઢી તબીબોએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. તબીબોએ સફળ ઓપરેશન (Operation) કરી વૃદ્ધને બચાવી લીધા છે.

સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગર શહેરમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ  65 વર્ષીય તબીબના પેટમાંથી 15 સેમી જેટલું મોટું દાતણ નીકળતા તબીબો ચોંકી ગયા હતા. વૃદ્ધને દોઢ મહિનાથી પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. જેથી તબીબોએ નિદાન કરી ગાંધીનગરના લાકરોડા ગામમાં રહેતા વૃદ્ધનું સફળ ઓપરેશન કરી લીમડાનું દાતણ બહાર કાઢ્યું હતું.

Image 2024 09 08T153446.795 સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

તબીબોએ હોજરીમાંથી 15 સેમીનું લીમડાનું દાતણ બહાર કાઢી સફળ ઓપરેશન કરીને વૃદ્ધને બચાવી લીધા છે. એવું કહી શકાય કે આ તબીબો માટે અઘરો અને આશ્ચર્યજનક કેસ હતો. તબીબોને પેટનું નિદાન કરતી વખતે સોનોગ્રાફી, સીટી સ્કેન અને એક્સરેમાં કાણું દેખાયું હતું. જેથી દર્દીનો જીવ જોખમમાં મૂકાય તે પૂર્વે સિવિલના તબીબોએ સફળ ઓપરેશન કરીને વૃદ્ધને બચાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. હાલ દર્દી આઈસીયુમાં દાખલ છે. દર્દીની તબિયત સારી હોવાનું તબીબોએ જણાવ્યું છે.

Image 2024 09 08T154045.944 સાબરકાંઠામાં વૃદ્ધના પેટમાંથી 15 સેમીનું દાતણ કાઢી કરી સફળ સર્જરી

થોડા વર્ષ પહેલા ગોંડલની સેવાકીય ક્ષેત્રે અગ્રેસર શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક મહિલાનાં ગર્ભાશયમાં રહેલ 2 કિલો જેવી ગાંઠનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે શ્રીરામ હોસ્પિટલના ગાયનેક અને ગોલ્ડ મેડાલિસ્ટ એવા ડોક્ટર ચિરાગ ઠુંમર એ જણાવ્યું હતું કે, એક મહિલાના ગર્ભાશયમાં રહેલ 2 કિલો જેવી ગાંઠ હતી જે મહિલા દર્દીને પોતાની પીડાથી સહન નહોતી થતી. આથી ઓપરેશન કરીને તેને દર્દમુક્ત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહિલાનાં ગર્ભાશયમાં હતી બે કિલોની ગાંઠ : શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં થયું સફળ ઓપરેશન

આ પણ વાંચો:જૂનાગઢમાં સિંહબાળના જડબાનું સફળ ઓપરેશન

આ પણ વાંચો:દેશમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટીંગ ટેકનોલોજીનો ઉપયોગ, દર્દીના પગની ઘૂંટીનું સફળ ઓપરેશન