Rajkot News: 22 જાન્યુઆરીએ અયોધ્યા (Ayodhya) ખાતેનાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરૂ થવાનાં અવસર પર સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટ (Rajkot)માં 9 દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં 1008થી વધુ બાળકોએ ભગવાન શ્રીરામનો પહેરવેશ ધારણ કર્યો હતો.
22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતેનાં શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરૂ થવાનાં અવસર પર સનાતન ધર્મરક્ષક સમિતિ દ્વારા રાજકોટમાં અટલ સરોવર ખાતે 9 દિવસની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અટલ સરોવરમાં 1500 સ્કેવર ફૂટમાં રામમય માહોલ ઉભો કરી રામ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ સ્થળે લોકો નિઃશુલ્ક આવી ભગવાન રામનાં દર્શન કરી રહ્યા છે. દરરોજ સાંજનાં 4થી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજે 1008થી વધુ બાળકોએ ભગવાન શ્રીરામનો પહેરવેશ ધારણ કર્યો હતો. જેને લઈને જ્યાં જુઓ ત્યાં શ્રી રામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન મોદીએ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું અને મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. 18 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે રામલલાના વિગ્રહનો અભિષેક કરવામાં આવ્યો હતો.
@ધ્રુવ કુંડેલ
આ પણ વાંચો:પીએમ મોદીના અયોધ્યામાં પ્રભુ શ્રીરામને સાષ્ટાંગ દંડવત્
આ પણ વાંચો:સુરતના કતારગામમાં ભગવાન શ્રીરામની વિશાળ રંગોળી
આ પણ વાંચો:‘હનુમાનજીને શ્રીરામ સિવાય બીજાને વંદન કરતાં બતાવી કઈ રીતે શકાય’