દેશભરમાં 75માં સ્વંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, જ્યાં સૌ કોઈ દેશવાસીઓ આઝાદીના રંગમાં રંગાઈ ગયા હતા. આ વચ્ચે દેશના કેટલાક શહેરોમાં સ્વંત્રતા પર્વની અનોખી ઉજવણી પણ કરવામાં આવી છે, જેમાં સુરતમાં પણ અનોખી રીતે આઝાદીનો પર્વ ઉજવાયો હતો. હકીકતમાં સુરતમાં આ ઉજવણી રાષ્ટ્રધ્વજ ફરકાવીને નહીં પરંતુ રાષ્ટ્રધ્વજના તિરંગા રંગે રંગાયેલા કપડામાં વિટળાયેલા નવજાતોની સામે રાષ્ટ્રગીત ગાઈને કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સુરતમાં એકસાથે 15 બાળકોનો જન્મ થતા હોસ્પિટલે આ રીતે ઉજવણી હતી.
આ પણ વાંચો : 20 દિવસ બાદ અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ ની હડતાલનો સૌરાષ્ટ્ર ચેમ્બર કોમર્સની મધ્યસ્થી બાદ આવ્યો સુખદ અંત
જો કે આઝાદીના પર્વની આ ઉજવણીનું કારણ પણ અનોખું છે, જેમાં આ તમામ નવજાત બાળકો ગઈ કાલે જન્મ્યા છે, જેમાં શહેરની હૉસ્પિટલમાં એક સાથે 15 બાળકોનો જન્મ થયો છે, જેમાં જે દંપતીઓને બાળકો ન થતા હોય તેવા દંપતીઓને આ IVF મદદથી સુરતની લાલ દરવાજા ખાતે આવેલી ટ્રીનીટી હોસ્પિટલ એક સાથે 15 જેટલા બાળકોને આજે જન્મ આપવામાં આવ્યો હતો.
જોકે આધુનિક પદ્ધતિથી 15 જેટલા જન્મેલા બાળકોમાં બાળકોમાં 50% જેટલા બેબી બોય અને 50% બેબી ગર્લનો જન્મ થયો હતો. બીજી બાજુ હોસ્પિટલે પણ આ તમામ બાળકોને રાષ્ટ્રધ્વજ રૂપે તૈયાર કરવામાં આવ્યા હતા અને એક સાથે 15 જેટલા બાળકો નો 15મી ઓગસ્ટ જન્મ થવાને લઈને માતા-પિતા સાથે હોસ્પિટલમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :SOU સ્થિત જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવું નજરાણું, સફેદ નર વાઘ વીરને મળી સફેદ માદા
આ ખાસ પ્રસંગે હોસ્પિટલમાં સાથે આ બાળકોના માતા-પિતા અને સંબંધીઓ અને રાષ્ટ્રગીત ગાઈને આ બાળકોના જન્મના વધામણા કર્યા હતા.
આપને જણાવી દઈએ કે, IVF એટલે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન વંધ્યત્વનો સૌથી અસરકારક ફર્ટિલિટી ઉપચાર છે. આ એવા દંપતીઓ માટે સૌથી સુરક્ષિત અને સરળ ઉપચાર છે જે પોતાની ઇનફર્ટિલિટી પ્રોબ્લેમના કારણે માતા-પિતા નથી બની શકતા. IVFને સામાન્ય બોલચાલની ભાષામાં ટેસ્ટ ટ્યૂબ બેબી ટેક્નિક પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો :રાજય માં ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું
આ પણ વાંચો : દેશના 4 સ્થળોને મળી રામસર સાઇટની માન્યતા, રાજ્યના આ બે સ્થળનો થયો સમાવેશ જાણો ક્યાં
આ પણ વાંચો :રાજય ના આ 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂની અવધિ લંબાવાઈ, જાણી લો તમે પણ