Ahmedabad News: અમદાવાદમાં હવે માણસો સંવેદનાવિહીન બની રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. તેમા પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા તો હદ વટાવી રહી છે. અમદાવાદનો એક આંખો વિસ્ફારિત કરી દેતો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં કારચાલક મૃત શ્વાનને ગાડીની પાછળ બાંધીને ઢસેડી લઈ જઈ રહ્યો છે.
કોઈને પણ આ વિડીયો જોઈને ઘૃણા ઉપજે. એક શખ્સે આ વિડીયો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમા કારચાલક કાર હંકારતો જોઈ શકાય છે અને તેની પાછળ એક મૃત્યુ પામેલો શ્વાન દોરીથી બાંધેલો છે.
अहमदाबाद में इंसानियत भूल गया शख्स…
मरे हुए #Dog को इस तरह गाड़ी से बांध घसीटकर ले जाना कितना उचित है?
Shame 😡#Ahmedabad @PetaIndia pic.twitter.com/3CZAf2DbPq
— Kaushik Kanthecha (@Kaushikdd) June 22, 2024
આ વિડીયોની નોંધ પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા પેટા ઇન્ડિયાએ પણ લીધી છે. પેટા ઇન્ડિયાએ ટ્વિટર પર જવાબમાં જણાવ્યું હતું કે કૃપા કરીને અમારા ઇમરજન્સી નંબર 98201 22602 પર ફોન કરીને અમને આ ઘટના અંગે વિસ્તારપૂર્વકની વિગત આપો અથવા તમારા સંપર્કની વિગત આપો જેથી સંપર્ક કરી શકીએ.
આ વિડીયોને લઈને લોકોએ કારચાલક સામે ગુસ્સો ઠાલવ્યો છે. એક યુઝરે લખ્યું હતું કે આને પણ આ જ રીતે બાંધ્યો હોત તો તેની પીડાનો અનુભવ થાત. જ્યારે બીજાએ લખ્યું હતું કે આ પ્રકારના કૃત્ય આચરનારા સામે કાર્યવાહી થવી જ જોઈએ.
આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ
આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ
આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર