લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે. તેમજ વર્ષોથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે આ વર્ષે તે 144મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આવતીકાલે 24 જૂનના રોજ જળયાત્રા યોજાશે પરંતુ 12 જુલાઈના રોજ શહેરમાં રથયાત્રા નિકળશે કે નહિ નિકળે તે મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી સામે નથી આવી. કોરોનાની બીજી લહેરમાં તો ગુજરાતમાં અમદાવાદની સ્થિતી સૌથી ખરાબ હતી. જેથી સરકાર દ્વારા આ વખતે સમિક્ષા કર્યા બાદ રથયાક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
શરતી મંજૂરી સાથે યોજાશે જળયાત્રા
અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની 144મી જળયાત્રા યોજાશે. મંદિર ખાતે જળાયાત્રાની અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ જળાયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ હાજર પણ હાજર રહેવાના છે. જોકે કોરોનાને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકોજ હાજર રહેવાના છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. આ વખતે એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે. જ્યારે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં ઉભા રહેશે. 5 કળશ, 5 ધ્વજ પતાકા સાથે આ વખતે જળયાત્રા યોજાશે.
રથયાત્રા અંગે અવઢવ યથાવત
જોકે આ વખતે રથયાત્રા નિકળશે કે નહી નીકળે તે કહેવું ઘણું મુશ્કેલ છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા શહેરમાં કાઢવાની જગ્યાએ મંદિર પરિસરમાંજ ફેરવવામાં આવી હતી. જેના કારણે ભક્તોમાં ઘણો નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો.છેલ્લા કેટલાક સમયથી કોરોનાને કારણે અમદાવાદની હાલત સૌથી ખરાબ હતી. પરંતુ હાલ ધીરે ધીરે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી લોકોને એવી આશા છે કે આ વર્ષે સરકાર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ હજુ સુધી આ મામલે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.