Surat News : સુરતમાં આવેલી એક આંગડિયા પેઢી સાથે એક કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં મહિધરપુરામાં એસ.કે.આંગડિયામાં આ છેતરપિંડી થઈ હતી. છેતરપિંડીના આ કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે.
પોલીસે હરીશ સીસારા નામના આરોપીને કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીએ તેના મળતીયાઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસ.તે.આંગડિયામાં એક કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા.
આ બન્ને આરોપીની પુછપરછમાં મખ્ય આરોપી હરીશનું નામ સામે આવ્યું હતું. આરોપી હરીશ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રસ્તા વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ, 12 કલાકમાં 3 હત્યા,કેન્દ્રીય મંત્રી પાસે માંગવામાં આવી લાખોની ખંડણી
આ પણ વાંચો:ચોટીલાના મહંત પરિવારના યુવાનનું અપહરણ કરી 10 લાખની ખંડણી માંગી
આ પણ વાંચો:બિલ્ડર પાસે 16 લાખની ખંડણી માંગનારા સુરતના પિતા-પુત્ર ઝડપાયા