Surat News: સુરત ના પાંડેસરા વિસ્તાર માં કનિષ્કા મિલ માં કામ કરતા 23 વર્ષીય યુવકને કરંટ લાગતા તેનું મોત થયું હતું. સિલાઈ મશીન નું કામ કરતો યુવક અચાનક કરંટ લાગી જવાથી મોતને ભેટતા પરિવારમાં શોક ની લાગણી જોવા મળી હતી.
સુરતની પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં કનિષ્કા મીલમાં કામ કરતા એક કામદાર મોત થયું હતું.માહિતી અનુસાર કુંદન નામનો 23 વર્ષીય યુવક સિલાઈ મશીન નું કામ કરતો હતો તે દરમિયાન અચાનક જ મશીનમાંથી કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.આ દરમિયાન તાત્કાલિક જ કુંદનને નજીકના પાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો તેમને વધુ સારવાર માટે ઈમરજન્સીમા સુરત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં કુંદનને લઈ જવાતા ફરજ પરના તબીબે કુંદનને જોઈ તેની તપાસ કરી હતી ત્યાર બાદ તેને મૃત જાહેર કર્યો હતો. 23 વર્ષીય કુંદનના મોત અને પગલે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી પરિવારના યુવાન જોધ પુત્રનું મોત થતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.. સિલાઈ મશીન માં કરંટ લાગતા કારખાનેદાર પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા..આ સમગ્ર ઘટના માં કારખાનેદારની બેદરકારી છે કે કેમ તે દિશા માં પણ પોલીસ તપાસ કરે તો કારખાનેદાર નું કારસ્તાન બહાર આવે તેમ છે. કારણ કે કરંટ જેવી ઘટના બનતા અનેક સવાલ થયા છે..કેમ કે રોજિંદા કામ માં આ પ્રકારની બેદરકારી ને લીધે કુંદન નો જીવ ગયો છે.આ દરમિયાન હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરે તે જોવું રહ્યું..
આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી
આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં દરિયો ન ખેડવા સાગરખેડૂઓને સૂચના