Patan News : પાટણના યુવકને ઉજજૈનથી કન્યા લાવવાનું ભારે પડ્યું હતું. આ યુવક 3.60 લાખ રૂપિયા ખર્ચીને કન્યા લાવ્યો હતો. બીજીતરફ આ કન્યા 20 દિવસમાં જ યુવકને છોડીને તેના પિયર જતી રહી હતી. આ યુવકના લગ્ન રાકેશ જૈન નામના એજન્ટે કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
રાકેશ જૈને આ યુવકના લગ્ન ઉજૈજનમાં રહેતી સપના ઉર્ફે નેહા ભાટીયા સાથે કરાવ્યા હતા. પરંતુ લગ્નના 20 દિવસમાં જ પરિણીતા યુવકને છોડીને પિયર ભેગી થઈ ગઈ હતી. બીજીતરફ યુવતીના ભાઈએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે યુવકના પિતાએ 9 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
તે સિવાય ચાર શક્સોએ પાટણ આવીને યુવક સાથે માથાકુટ કરી હતી અને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પાટણ બી ડિવિઝનમાં યુવકના પિતાએ 9 શખ્સો સામે ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ નોંદાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સાયબર છેતરપિંડી કરનારાઓનો સામનો કરવા પોલીસ સજ્જ
આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા
આ પણ વાંચો:સાયબર છેતરપિંડીની વધુ એક ઘટના, એક જ ઝાટકે ગુમાવ્યા લાખ રૂપિયા