ભાવનગર/ તળાવમાં ડૂબી રહેલ યુવતીને બચાવવા જતા યુવક પણ ડૂબ્યો, થયું મોત

ભાવનગરની તળાવમાં બે લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.સિહોરના ગૌતમેશ્વર તળાવમાં એક યુવક અને યુવતી ડૂબ્યા હતા.તો ઘટનાના પગલે સ્થાનિક લોકોના…

Gujarat Others
તળાવમાં

ભાવનગરની તળાવમાં બે લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે.સિહોરના ગૌતમેશ્વર તળાવમાં એક યુવક અને યુવતી ડૂબ્યા હતા.તો ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા.તેમજ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :સિવિલ હોસ્પિ. ખાતે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડીયો

આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરની એમ.જે. કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ આજે સિહોર નવનાથનાં દર્શન સાથે ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા ગયાં હતાં. વલ્લભીપુર ગામે રહેતી 19 વર્ષીય નિયતિ ભટ્ટ માછલીઓને ખોરાક આપી રહી હતી. એ દરમિયાન સંતુલન ગુમાવતાં તળાવમાં પડી હતી. તળાવમાં ડૂબતી યુવતીને બચાવવા એક યુવક પણ કૂદ્યો હતો જયારે તે પણ ડૂબી ગયો હતો. આ દુર્ઘટનામાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે યુવકની તપાસ ફાયરબ્રિગેડની ટીમ કરી રહી છે.આ જોઇ સાથે આવેલાં અન્ય યુવક-યુવતીઓએ મદદ માટે બૂમાબૂમ કરી હતી. બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો :સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતનું અપહરણ, ઘટનાને લઈ મચ્યો ચકચાર

બૂમાબૂમ સાંભળતા આજુબાજુના લોકો મદદ કરવા માટે પહોંચી ગયા હતાં. ઘટના અંગે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ થતા તરવૈયાઓની સાથે મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. સૌપ્રથમ યુવતી ત્યારપછી યુવાનની લાશ બહાર કાઢીને સિહોર પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :સુરતમાં મુસાફર ભરેલી રીક્ષાનો ચાલક રસ્તા પર જ ઢળી પડ્યો, થયું મોત

આ પણ વાંચો :સુરતમાં અંગ્રેજીની પરીક્ષાથી બચવા એક વિદ્યાર્થીનીએ કર્યું એવું કે, તે જાણીને તમે

આ પણ વાંચો : 21 મી સદીમાં પણ માનવતા હજી છે જીવંત, મુસ્લિમ યુવકોએ કર્યું એવું તે જાણીને…

આ પણ વાંચો : પ્રાંતિજના ગેડ પાસે મટકી ફોડવાને લઈને એક જ સમાજના બે જુથ્થો વચ્ચે પથ્થરમારો