Video/ મોર્નિગ વોક માટે નીકળેલા યુવકને મળ્યું મોત, CCTV જોઈ ને ધ્રુજી જશો

અમદાવાદ વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી વ્યક્તિને બોલેરો ગાડીના ડ્રાઈવરે અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Ahmedabad Gujarat
મોર્નિગ વોક

અમદાવાદમાં અવાર-નવાર અકસ્માતના કિસ્સા વધતા જાય છે શહેરમાં દરરોજ અકસ્માતના અનેક બનાવો બને છે જેમાં લોકો ને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે અમુક ઘટનામાં સામે વાળા વાહનચાલકની ભૂલ ના લીધે બીજાને ભોગવવું પડતું હોય છે ત્યારે એવો જ એક બનાવ અમદાવાદમાં વસ્ત્રાપુરમાં સામે આવ્યો છે. જેમાં મોર્નિગ વોકમાં નિકળેલા યુવાનને ઉડાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના CCTV સામે આવ્યા છે. વાહન ચાલકે યુવાનને રીતસર હવામાં ફંગોળ્યો હતો. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.ગેલેક્ષી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના રાહદારીનું તેમા મોત થયું હતું. આ અકસ્માતમાં બોલેરો પિકઅપ વાનના ચાલકની બેદરકારી CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં તે વાહન અકસ્માત બાદ ત્યાં ઉભા રહેવાના બદલે ત્યાંથી ફરાર થઈ રહેલું પણ દેખાય છે. આ ઘટના બાદ તે વિસ્તારની જનતાની માંગ છે કે બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરને તાત્કાલિક પકડીને તેની વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો:પટોળા નગરી પાટણ ઓઢશે લીલી ચૂંદડી : રોજના તૈયાર થાય છે 1200 સીડબોલ

આ પણ વાંચો:ઝઘડિયાનાં રઝલવાડા ગામે વીજળી પડતાં પ્રવાસી શિક્ષકનું મોત

આ પણ વાંચો: 2002ના રમખાણોમાં શું થયું હતું? : ગુજરાત આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું…