Patan News : પાટણના ચામસ્મામાં નજીવી બાબતે ઝઘડો થતા યુવકની હત્યા કરી નાંખવામાં આવી હતી. બન્વને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.આ બનાવની વિગત મુજબ ચાણસ્મામાં નજીવી બાબતે લઘુમતી કોમના બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રસ્તા વચ્ચેથી ખાટલો હટાવવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી. જેને પગલે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી.
દરમિયાન ચાર જેટલા શખ્સોએ છરી અને ધોકા વડે યુવક પર હુમલો કર્યો હતો. હુમલામાં યુવક ગંભીરપણે ઘાયલ થયો હતો. સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ઘાયલ યુવકને ફરજ પરના ડોક્ટરોએ તપાસીને મૃત ઘોષિત કર્યો હતો.બીજીતરફ આ બનાવને પગલે આ વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. પોલીસને જાણ થતા ચામસ્મા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી . કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળે નહી તે માટે અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે ગુનો નોંધીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ