બોલિવૂડ સેલિબ્રિટી/ દંગલ ગર્લ સાથે આમિર ખાન કરવા જઇ રહ્યા છે લગ્ન! સોશિયલ મીડિયામાં શરૂ થઇ ચર્ચા

બોલિવૂડમાં Mr. Perfectionist તરીકે જાણીતા આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી ચર્ચા બાદ #Aamirhan ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યુ છે.

Entertainment
દંગલ ગર્લ અને આમિર ખાન

બોલિવૂડમાં Mr. Perfectionist તરીકે જાણીતા આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી ચર્ચા બાદ #Aamirhan ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાને તેની સાથે ફિલ્મમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બસ અભિનેતા તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઇએ કે, આમિર ખાન નથી ઈચ્છતો કે ફિલ્મની રિલીઝ દરમિયાન કોઈ વિવાદ થાય. આ જ કારણ છે કે લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ બાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

દંગલ ગર્લ અને આમિર ખાન

આ પણ વાંચો – વિવાદ / કંગના રનૌતની વધી મુશ્કેલીઓ, હવે આ માટે દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ નોંધાવી ફરિયાદ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવું જ કંઈક બનતું રહે છે, જે સાંભળીને કોઈ પણ ચોંકી શકે છે. આવા જ એક સમાચાર આવી રહ્યા છે કે, આમિર ખાન હવે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. અભિનેતાનાં છૂટાછેડા થયા ત્યારથી આ અટકળો આવી રહી છે. જણાવી દઇએ કે, અભિનેતાએ તેની પત્ની કિરણ રાવને છૂટાછેડા આપી દીધા છે. આ સાંભળીને બધાને નવાઈ લાગી. આ સમાચાર પર કોઈ વિશ્વાસ ન કરી શકે. પરંતુ બન્નેએ સાથે મળીને આ સમાચારની માહિતી આપી હતી. અને બન્નેએ એમ પણ જણાવ્યું કે, આ નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો છે. પરંતુ બન્ને મળીને પુત્ર આઝાદનું પાલન-પોષણ કરશે. ભલે તેમના માર્ગો અલગ થઈ જાય. આપને જણાવી દઈએ કે, અભિનેતા હાલમાં બે કારણોસર ચર્ચામાં છે. તેમની એક ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ શકી નથી. અને બીજું કારણ તેના ત્રીજા લગ્નની અટકળો છે, જે સતત સમાચારોમાં રહે છે કે અભિનેતા ટૂંક સમયમાં ત્રીજી વખત લગ્ન કરી શકે છે. આ અફવાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે, સોશિયલ મીડિયા પર દાવા સાથે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પછી લગ્ન કરી શકે છે.

rutu 17 દંગલ ગર્લ સાથે આમિર ખાન કરવા જઇ રહ્યા છે લગ્ન! સોશિયલ મીડિયામાં શરૂ થઇ ચર્ચા

આ પણ વાંચો – Bollywood / ઐશ્વર્યા રાયથી લઈને દીપિકા પાદુકોણ સુધી, જાણો આ અભિનેત્રીઓ તેમના સસરા સાથે કેવા પ્રકારની બોન્ડિંગ શેર કરે છે

જો કે અફવાઓ વિશે શું કહીએ કોઇ પણ તેને ફેલાવી શકે છે. પરંતુ આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઇ નથી. આમિરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. કિરણ રાવ સાથે આમિરનાં છૂટાછેડા પછી આ અફવાઓ તેજ થઈ ગઈ છે. આ કારણે અભિનેત્રી ફાતિમા સના શેખને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી રહી હતી. અભિનેત્રી ‘દંગલ’ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મોમાં જોવા મળી હતી. અને પછી આ અભિનેત્રીનું નામ આમિર સાથે જોડાવા લાગ્યું કે તે આમિરને ડેટ કરી રહી છે. પરંતુ થોડા સમય પછી આ સમાચાર પર બ્રેક લાગી ગઈ હતી.