સુપરસ્ટાર આમિર ખાન જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે, તેને આજે કોઈ ઓળખની જરૂર નથી અને તેની બનાવેલી દરેક ફિલ્મ 300 કરોડ સુધી પહોંચે છે. આજે આમિર ખાન એક સુપરસ્ટાર છે પરંતુ એક સમય એવો હતો જ્યારે તે પોતાની ફિલ્મનાં પોસ્ટરો ઓટો રિક્ષા ઉપર ચોંટાડવા પોતે જ બહાર નિકળી જતો હતો. તેનો આમ કરતો વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
મનોરંજન / સલમાનની ફિલ્મ ‘રાધે’ ને UAE માં મળી જબરદસ્ત ઓપનિંગ
આમિર ખાનનો વર્ષો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથમાં પોસ્ટરનાં બંડલ સાથે બ્લુ સ્લીવલેસ ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે, તેની સાથે તેના મિત્ર અને સહ-અભિનેતા રાજ જુત્શી પણ છે. વીડિયોમાં, તે ઓટો રિક્ષા રોકીને ડ્રાઇવરને વિનંતી કરતો સાંભળવા મળે છે. તે કહે છે કે શું તે તેમના વાહન પર ‘કયામત સે કયામત તક’ નું પોસ્ટર લગાવી શકે છે? ઘણા આ વાત માની જતા હતા અને ઘણા ના પાડી દેતા હતા. કેટલાક લોકો તેમને પૂછતા હતા કે હીરો કોણ છે, તો તે કહેતા કે આમિર ખાન હીરો છે. પછી ઓટો ચાલક પૂછતા કે આમિર ખાન કોણ છે, તો તે કહેતા કે હું આમિર ખાન છું.
Bollywood / એક્ટર જ્હોન અબ્રાહમને ભારે પડ્યો હતો હેવી બાઇકસનો શોખ, જાણો તેઓએ શું કર્યું હતું….
આમિર ખાને તેની કારકીર્દિની શરૂઆત 1973 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યાદોં કી બારાત’ થી કરી હતી. આ પછી, તે મદહોશ અને હોલી ફિલ્મોમાં દેખાયો. પરંતુ આમિર ખાનને 1988 માં ‘કયામત સે કયામત તક’ માં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમા તેની એક્ટિંગ જોયા બાદ લોકો તેના વખાણ કરતા થાક્યા નહોતા. આ ફિલ્મમાં આમિરની એક્ટિંગ એટલી જબરદસ્ત છે કે તમે કહી જ શકશો નહી કે તે તેની પહેલી ફિલ્મ છે.