બુધવારે થયેલા હેલીકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં જનરલ બિપીન રાવત તેમના પત્ની મધુલિકા રાવત સહિત સેનાના 12 જવાનોનું નિધન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
દુર્ઘટના દરમિયાન આંધ્રપ્રદેશના લાન્સ નાયક બી. સાઈ તેજાનું પણ આઠમી ડિસેમ્બરે નિધન થયું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ તેમના પ્રતિ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પરિવારને સંવેદના પાઠવી હતી. મુખ્યમંત્રી રેડ્ડીએ તેમના પરિવારને 50 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, દિવંગત લાન્સ નાયક બી. સાઈ તેજા સ્વ.સીડીએસ જનરલ બિપીન રાવતના PSO તરીકે ફરજ બજાવતા હતા.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત અન્ય 13 લોકોને લઈ જતું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂર નજીક ક્રેશ થયું તેના ચાર કલાક પહેલાં, લાન્સ નાઈક બી સાઈ તેજા, 27, ચિત્તૂરમાં તેમની પત્નીને વીડિયો કૉલ કર્યો હતો અને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો કે, “હેપ્પી ગા ઉંડું” (ખુશ રહો).
દિવંગત લાન્સ નાયક બી. સાઈ તેજાના પિતા બી. મોહન ચિત્તૂર જિલ્લાના રેગડાપલ્લે ગામે ખેતીનો વ્યવસાય કરે છે, અને તેમણે જણાવ્યું હતું કે, તેજા, જે 2012 માં ગુંટુરમાં ભરતી અભિયાન દરમિયાન આર્મીમાં જોડાયો હતો, તે 2016 માં 11 પેરામાં જોડાયો હતો અને લગભગ સાત મહિનામાં જનરલ રાવતના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) તરીકે નિયુક્ત થયો હતો. તે હંમેશા આર્મીમાં જોડાવા માંગતો હતો અને તેના ધોરણ 10 પછી તેની તૈયારી શરૂ કરી હતી. તે દરરોજ સવારે 10 કિમી દોડતો હતો અને કસરત કરતો હતો. રજા પર ઘરે આવ્યો ત્યારે પણ તેણે આ પ્રથા ચાલુ રાખી. તેમને આર્મી પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે એક ક્રિકેટર પણ હતો અને સ્થાનિક ટુર્નામેન્ટમાં રમતો હતો,” તે કહે છે, તેજાએ ગામની શાળામાં તેના ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો અને ગુંટુરમાંથી તેનું સ્નાતક પૂર્ણ કર્યું હતું.