નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી બ્યુગલ ફુકાય બાદથી રાજકીય અટકળોનું બજાર સતત ધમધમી રહ્યું છે. આ વચ્ચે વધુ એક અટકળે જોર પકડ્યુ છે કે, આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ બીજેપીમં જોડાવાના છે.
મીડિયામાં ચાલી રહેલી ચર્ચા અનુસાર કુમાર વિશ્વાસ બાજપની ટિકિટ પર સાહિબાબાદદ સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. મંગળવારે જ્યારે તેમને આ મામલે પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો.