નિયમ/ ચંદીગઢમાં કેન્દ્રનો સર્વિસ નિયમ લાગુ થતાં પંજાબની AAP સરકાર ભડકી,જાણો

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના કર્મચારીઓને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (CCS) નિયમો હેઠળ લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને BJP અને AAP વચ્ચે ફરી એકવાર રાજકીય ખેંચતાણ શરૂ થઈ શકે છે

Top Stories India
1 77 ચંદીગઢમાં કેન્દ્રનો સર્વિસ નિયમ લાગુ થતાં પંજાબની AAP સરકાર ભડકી,જાણો

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના કર્મચારીઓને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (CCS) નિયમો હેઠળ લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને BJP અને AAP વચ્ચે ફરી એકવાર રાજકીય ખેંચતાણ શરૂ થઈ શકે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોના અધિકારીઓ અને કર્મચારીઓને ચંડીગઢમાં તબક્કાવાર રીતે લાગુ કરી રહી છે. આ પંજાબ પુનર્ગઠન અધિનિયમ 1966ની ભાવના વિરુદ્ધ છે. પંજાબ ચંદીગઢ પર પોતાના હકના દાવા માટે જોરશોરથી લડશે.

AAPના પ્રવક્તા માલવિંદર સિંહ કાંગે કહ્યું કે કેન્દ્ર સરકાર ચંદીગઢ પર પંજાબના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરી રહી છે. ચંદીગઢમાં કેન્દ્રીય સેવા નિયમો દાખલ કરવાના કેન્દ્રના નિર્ણયે શાસક AAP અને અન્ય પક્ષોને પંજાબ પુનર્ગઠન અધિનિયમ, 1966ના કથિત ઉલ્લંઘનનો આક્ષેપ કરવા માટે પ્રેરિત કર્યા છે.

 ભાજપે ચંદીગઢના મુદ્દાને બિનજરૂરી રીતે ખેંચવા બદલ AAP પર નિશાન સાધ્યું છે. 24 માર્ચે નવી દિલ્હીમાં PM મોદીને મળેલા CM ભગવંત માને રાજ્યની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષ માટે 50-50 હજાર કરોડ રૂપિયાના નાણાકીય પેકેજની માંગ કરી હતી. આ પેકેજની માંગને લઈને ભાજપે AAP પર ચૂંટણી પહેલા ખોટા વચનો આપવાનો આરોપ લગાવતા તેની ટીકા કરી છે.