Not Set/ ફરાર થયેલા MLA અનંત સિંહે જાહેર કર્યો વીડિયો, કહ્યુ ધરપકડથી ડરતો નથી

ધરપકડનાં ડરથી ફરાર થયેલા બિહારનાં મકોમાનાં અપક્ષ ધારાસભ્ય અનંતસિંહે હવે એક વીડિયો જાહેર કરીને તેની સ્પષ્ટતા કરી છે. આ વીડિયોમાં અનંતસિંહે કહ્યું છે કે, તેમની ધરપકડ થવાથી તે ડરતા નથી અને તે આગામી 3 થી 4 દિવસમાં આત્મસમર્પણ કરશે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પોલીસને અંતરસિંહનાં ઘરેથી પ્રતિબંધિત એકે 47 રાઇફલ અને બે […]

India
ananr singhhh1 ફરાર થયેલા MLA અનંત સિંહે જાહેર કર્યો વીડિયો, કહ્યુ ધરપકડથી ડરતો નથી

ધરપકડનાં ડરથી ફરાર થયેલા બિહારનાં મકોમાનાં અપક્ષ ધારાસભ્ય અનંતસિંહે હવે એક વીડિયો જાહેર કરીને તેની સ્પષ્ટતા કરી છે. આ વીડિયોમાં અનંતસિંહે કહ્યું છે કે, તેમની ધરપકડ થવાથી તે ડરતા નથી અને તે આગામી 3 થી 4 દિવસમાં આત્મસમર્પણ કરશે. આપને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલા પોલીસને અંતરસિંહનાં ઘરેથી પ્રતિબંધિત એકે 47 રાઇફલ અને બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા, ત્યારબાદ હંગામો મચી ગયો હતો. બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ તેમના ગુનાહિત રેકોર્ડ માટે જાણીતા છે

વીડિયો બહાર પાડતી વખતે અનંતસિંહે કહ્યું, ‘અમે ધરપકડથી ડરતા નથી. હુ મારા મિત્રને મળવા આવ્યો છુ જે બીમાર હતો. બે થી ત્રણ દિવસ લાગશે અને ચોથા દિવસે આવીને હુ સામેથી સરેન્ડર કરીશ. અમે ચૌદ વર્ષથી તે મકાનમાં ગયા નથી. શા માટે અમે ત્યાં હથિયારો રાખીએ? અમે નીતીશ કુમાર પાસેથી સમય માંગ્યો છે, અમને સમય મળ્યો નહીં. પત્રકારોને મળ્યા બાદ 3-4 દિવસમાં આત્મસમર્પણ કરીશ.

video release anant ફરાર થયેલા MLA અનંત સિંહે જાહેર કર્યો વીડિયો, કહ્યુ ધરપકડથી ડરતો નથી

ઉલ્લેખનીય છે કે, ઘરે હથિયાર મળ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરવા પહોંચી ત્યારે તે ઘરનાં પાછળનાં દરવાજેથી ભાગી ગયો હતો. અનંત સિંહ વિરુદ્ધ પટણામાં એફઆઈઆર નોંધાઈ છે અને પોલીસે આતંકવાદ વિરોધી અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ નોંધ્યો છે. ઘરે હથિયારોની મળ્યા બાદ અનંતસિંહે જેડીયુનાં સાંસદ લલ્લન સિંહ પર કાવતરું કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ 14 વર્ષથી ઘરે નથી, આ વિરોધીઓનું કાવતરું છે. અમને ફસાવવામાં આવી રહ્યા છે. હવે શું થશે, અમારી ધરપકડ કરવામાં આવશે, જેલમાં જઇશુ અને પછી કોર્ટ નિર્ણય લેશે. અમને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.