Rajasthan/ રાજસ્થાનમાં EDનો અધિકારી ACBના સાણસામાં,15 લાખની લાંચ લેતા ઝડપાયો

રાજસ્થાનમાં પાછલા દિવસો પહેલા EDના દરોડા બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીને ટ્રેપ કર્યો છે.

India Trending
YouTube Thumbnail 2 રાજસ્થાનમાં EDનો અધિકારી ACBના સાણસામાં,15 લાખની લાંચ લેતા ઝડપાયો

રાજસ્થાનમાં પાછલા દિવસો પહેલા EDના દરોડા બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીને ટ્રેપ કર્યો છે. આ અધિકારી ઉત્તર પૂર્વના ઈમ્ફાલમાં તૈનાત છે.

ACBએ ED ઓફિસર નવલ કિશોર મીણાને ટ્રેપ કર્યો હતો. 15 લાખની લાંચ લેતા સરકારી બાબુની ACBએ ધરપકડ કરી છે. આ અધિકારીના અનેક સ્થળો પર ACB કાર્યવાહી કરી રહી છે. ACBના વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. અનેક જગ્યાએ ACBની કાર્યવાહી ચાલી રહી છે.

ઉત્તર પૂર્વમાં ઇમ્ફાલના ED અધિકારી નવલ કિશોર મીણાને ACB દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નવલ કિશોર પાસે એક વચેટિયા લાંચની માગ કરી રહ્યો હતો. એસીબીએ લાંચ લેનારને પણ ઝડપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં એક ચિટ ફંડ કંપનીના કેસમા સેટલમેન્ટ કરવા અને અન્ય સુવિધાઓ આપવાના નામે 17 લાખ રૂપિયાની માગ કરી હતી. પરંતુ તે પંદર લાખ રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો. તેના માટે કામ કરતા તેના સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ટ્રેપ અલવરમાં કરવામાં આવી છે. મોટી બાબતને કારણે એસીબીના અન્ય અધિકારીઓ પણ અલવર જવા રવાના થઈ ગયા છે.


whatsapp ad White Font big size 2 4 રાજસ્થાનમાં EDનો અધિકારી ACBના સાણસામાં,15 લાખની લાંચ લેતા ઝડપાયો


આ પણ વાંંચો: Fundamental Rights/ ‘મારે માતા બનવું છે, પતિને છોડો’: મ.પ્ર.નો અજીબ કિસ્સો

આ પણ વાંચો: IND Vs SL Live/ ભારતને મોટો ઝટકો, મદુશંકાની પહેલી જ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા ક્લિન બોલ્ડ

આ પણ વાંચો: વડોદરા/ સંસ્કારી નગરીમાં હોસ્પિટલે જ માનવતાની મજાક ઉડાવી, વૃધ્ધાને રોડ પર ફેંકી