Navsari News: નવસારીમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ સપાટો બોલાવ્યો છે. બે લાંચીયા પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપ્યા છે. તેના લીધે પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ 89 હજારની લાંચ લેતા બે પોલીસ કર્મચારીને ઝડપ્યા છે.
આ બંને પોલીસ કર્મચારીઓએ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી પર અગાઉ દારૂનો ગુનો દાખલ હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવ્યા પછી મારઝૂડ નહીં કરવાને પરેશાન નહીં કરવાના અવેજ પેટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
હેડ કોન્સ્ટેબલ પરેશ રામભાઈ રામ અને કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવીએ આ લાંચ માંગી હતી અને તેથી તેમને લાંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા. એક સાથે બે પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાઈ જતાં પોલીસ વિભાગ પણ ચોંકી ઉઠ્યો છે.
આ પણ વાંચો: વહેલી સવારથી વલસાડમાં આવ્યો વાતાવરણમાં પલટો
આ પણ વાંચો: જામનગર જીજી હોસ્પિટલના અધિકારી સામે એસીબીમાં ફરિયાદ ઉઠતા ખળભળાટ
આ પણ વાંચો: સુરતમાં ઝડપાયો વધુ એક લાંચિયો અધિકારી, ફૂડ લાયસન્સ કાઢી આપવા માંગી લાંચ