- એસ.ટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
- બસમાં સવાર અનેક મુસાફરો ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા
- પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી
જૂનાગઢના કેશોદ અક્ષયનઢ નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ આંબળાશથી કેશોદ તરફ જતી હતી તે દરમિયાન અક્ષયગઢ પહોંચતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના પગલે બસમાં સવાર અનેક મુસાફરો ઈજાગ્રસ્તા થયા હતા.ત્યારે 20 ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી હતી.ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચી અકસ્માત અંગેની તપાસ હાથધરી છે.
આ પણ વાંચો:ઉપલેટામાં ED દ્વારા કાર્યવાહી કરાઈ, મનદિપ ઇન્ડસ્ટ્રીઝની 16 કરોડની મિલકત કરી જપ્ત
આ પણ વાંચો:રશિયન સ્કૂલમાં ગોળીબારમાં 7 બાળકો સહિત 13 લોકોના મોત, હુમલાખોરે કરી આત્મહત્યા