ગુજરાતમાં રોડ અકસ્માત તો સામાન્ય વાત છે. રોજને રોજ ગુજરાતનો કોઇને કોઇ રોડ રક્ત રંજીત થતો હોવાની ઘટના સામે આવે છે. અને જેમ ગુજરાતે વિકાસ કર્યો છે, તેમ લાગે છે કે, ગુજરાતમાં થતા અકસ્માતોએ પણ વિકાસ કર્યો છે. અકસ્માતે વિકાસ કરીને પોતીની ક્ષીતિજ વધારી હોય તેમ દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે.
જી હા, પોરબંદરનાં દરિયામાં બે બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે બહુ ઓછી ઘટતી આવી ઘટનામાં એક એક માછીમારનું મોત પણ નિપજ્યું હોવાનું સામે આવે છે. પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં દરિયામા એક મોટી અને એક નાની બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જો કે, આ દુર્ઘટના પોરબંદરનાં મધ્ય દરિયામાં લગભગ 35 નોટિકલ માઈલ અંદર ઘટી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.