ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે. આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ વધુ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. એક તરફ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી.
હવામાન વિભાગે વધુ એક ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હિંદ મહાસાગરમાં જોવા મળેલ મોઈચોંગ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર જોવા મળી શકે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મોઈચોંગ વાવાઝોડાની અસર થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વીય અરબસાગર અને ઉત્તર મહારાષ્ટ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી શકે. તેમજ આજે વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી.
મોઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાત પર પણ સંકટ જોવા મળી શકે. થોડા દિવસ પૂર્વ કમોસમની વરસાદને પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદ શહેરનું તાપમાન 20 ડિગ્રી રહેવાની શકયતા છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મોઈચોંગ વાવાઝોડાના પગેલ ફરી ગુજરાતમાં માવઠું જોવા મળી શકે. દાહોદ, પંચમહાર, ખેડા, વડોદરા, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી.