Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા જણાઈ રહી છે. 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. પરંતુ ખેડૂતોને કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, ગરમીનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. લોકોને ગરમીથી થોડીક રાહત મળશે. 13 એપ્રિલે ભરૂચ, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ જોવા મળશે. 14મી એ અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. 14મીએ કચ્છ, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. 15મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહીસાગરમાં ટીટોડીએ વહેલા વરસાદનો સંકેત આપ્યો છે. ટીટોડીએ ઈંડા ક્યા મૂક્યાં છે તેના પરથી ચોમાસાનું અનુમાન લગાવવામાં આવે છે. ટીટોડીએ લુણાવાડાના દલુખડ્યા ગામે ઈંડા મૂક્યા છે. ઈંડા પરથી વરસાદ કેવો પડશે તેનું અનુમાન લગાવવાની માન્યતા છે. સામાન્ય રીતે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે. 4 ઈંડા મૂકતા 4 મહિના સારા વરસાદનું અનુમાન કરાય છે. ચોમાસામાં વરસાદ સારો રહેવાના સંકેત મળ્યા છે.
આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત
આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે
આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના