વડગામ તાલુકાના વરવાડીયા ગામની એક યુવતીનું 2017માં એક યુવક ભગાડી ગયો હતો. આ કેસમાં ડાલવાણાના યુવક ઉપર શક રાખી તેને વડોદરા મકરપુરા બસસ્ટેશનથી બસમાંથી નીચે ઉતારી માર માર મારતા મોત નિપજયું હતુ. આ ચકચારી કેસમાં એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટે 14 આરોપીઓને આજીવન કેદની સજા સાથે રૂ.21,000નો દંડ ફટકારી સજા કરતા ચકચાર મચી જવા પામી છે. વરવાડીયા ગામમાં સને 2017માં એક જ સમાજના યુવક- યુવતી ભાગી ગયા હતા. જેમને શોધવા માટે પરિવારજનો નીકળ્યા હતા. દરમિયાન ભાગી છૂટેલા યુવકના મામાના દીકરા વડગામ તાલુકાના ડાલવાણા ગામના 18 વર્ષીય કિરણ માનાભાઇ પરમાર પર શક હતો. જે સુરત સ્થિત હોટલમાં નોકરી કરતો હોઇ પાલનપુરથી સુરત જતી બસમાં બેઠો હતો.
દરમિયાન, વરવાડીયાના શખ્સોએ વડોદરાના મકરપુરા બસ સ્ટેશને બસમાંથી નીચે ઉતારી માર મારતાં તેનું મોત નિપજ્યું હતુ. આ અંગે મૃતકના ભાઈ દિનેશભાઇએ ગત 15/8/2017ના રોજ વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સ્પે.એટ્રો કેસ નં.27/2017 નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ દિપક પુરોહિતે રજૂ કરેલ દસ્તાવેજી અને મૌખિક પુરાવા સહિત ધારદાર દલીલોને ધ્યાને લઈને પાલનપુરના સ્પેશ્યલ(એટ્રો)જજ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.એમ.આસેડીયાએ આરોપી નં.1 થી 14 ને ઇ.પી.કો.ક.34, 302, 331, 342,364 અને 120(બી)ના ગુનામાં તકસીરવાન ઠેરવી તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપીને રૂ.21,000નો દંડ કરતો હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ દિપક પુરોહિતે જણાવ્યું હતું.
રમેશભાઇ ઉર્ફે મહેન્દ્રભાઇ વસાભાઇ પરમાર, તળસીભાઇ જીવાભાઇ પરમાર, બાબુભાઇ સવાભાઇ પરમાર, ઇશ્વરભાઇ ભીખાભાઇ પરમાર, અશોકભાઇ વસ્તાભાઇ પરમાર, રમેશભાઇ ધરમાભાઇ પરમાર, વીરાભાઇ અમરાભાઇ પરમાર, અમુમીયા ઉર્ફે ઉમેદભાઇ પહાડખાન લોહાણી (તમામ રહે. વરવાડીયા તા. વડગામ), નયનભાઇ રવાભાઇ રબારી, વિશ્વાસ હવાભાઇ રબારી, ઉમંગ રધુભાઇ દેસાઇ, મુકેશભાઇ વેરસીભાઇ રબારી (ચારેય રહે. વડોદરા), વિષ્ણુંભાઇ મફાભાઇ રબારી, વિજયસિંહ ધુડસિંહ પઢીયાર