Jamnagar News : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી ૯ મહિના પહેલા ના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ ૭૦ મુજબ નું વોરંટ પણ કાઢ્યું હતું.ધ્રોલ પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૦૯ મુજબના ગુન્હાના આરોપી સેંટ્રલ બેંક ઓફ ઇન્ડીયા લતિપુર શાખાના તત્કાલીન બેંક મેનેજર નયનકુમારસિંગ રાધાવીનોદસિંગ ઉ.વ.૩૭ કે જેણે પોતાને મળેલી સતાનો દુર ઉપયોગ કરી બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોના એકાઉન્ટમાં એકાઉન્ટ ધારકોની માંગણી કે મંજુરી વગર એકાઉન્ટમાં લોન લીમીટનો દૂરઉપયોગ કર્યો હતો.
કોઇ પણ જાતના વાઉચર કે ચેક લીધા વગર ઓન લાઈન સીસ્ટમમાં રૂપીયાના ખોટા ટ્રાન્જેકશન બતાવી કુલ રૂ.૧,૫૬,૫૭,૯૯૩ મેળવી પોતાના અંગત ફાયદા સારૂ ઉચાપત કરી બેન્કને આર્થીક નુકશાન પહોંચાડી ગુન્હો કર્યો હતો, ત્યાર બાદ આરોપી છેલ્લા ૯ માસથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો-ફરતો હોય, જે બાબતે ધ્રોલની અદાલત માંથી તેનું સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ ઈસ્યુ કર્યું હતું.
તે દરમ્યાન ધોલ પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ. કે.ડી.કામરીયા વગેરેને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીસ દ્વારા માહીતી મળેલી કે ઉપરોક્ત આરોપી હાલ યુ.પી રાજ્ય ના કાનપુર ખાતે હોય તેવી ચોકકસ માહીતીના આધારે એક ટીમ બનાવીને કાનપુર ખાતે રવાના કરી હતી, અને આરોપીને યુ.પી રાજ્ય ના કાનપુર માંથી ઝડપી લઈ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:6,000 કરોડના BZ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરેઃ શક્તિસિંહ ગોહિલ
આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ ગ્રુપનું કૌભાંડ, ઊંચા કમિશનની લાલચે શિક્ષકો પણ એજન્ટ બન્યાં
આ પણ વાંચો:BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં તપાસનો ધમધમાટ, સીએ રૂષિત મહેતાને ત્યાં CIDના ધામા