દેશનાં દુશ્મનો દેશનાં યુવા ધનને બરબાદ કરવામાં કઇં પણ બાકી નથી રાખી રહ્યા, દુશ્મનો દ્વારા તમામ મોરચે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. કા તેને આતંકવાદ તરફવાળવાની કોશિશ કરવામાં આવે છે, કા તો ડ્રગ્સ અને નશાનાં આદી બનાવી ખતમ કરવાનો કારસો કરવામાં આવે છે. આ વાતને સાબિત કરવા માટે આતંકવાદ વિશે દલીલ આપવાની કોઇ જરુરીયાત જણાય તેવુ બીલકુલ લાગતુ નથી, પરંતુ ડ્રગ્સ અને નશીલા પદર્શોની લત વિશે જો વાત કરવામાં આવે તો શુક્રવારનાં દિવસે જ દેશભરમાંથી 36.522 કિલો હેરોઇન ડ્રગ્સને ઝડપી પાડવામાં આવ્યું છે. તો સાથે સાથે 8.58 કરોડની કિંમતના બીજા ડ્રગ્સ પણ પકડાયા છે.
દેશમાં ડ્રગ્સની વાત કરવામાં આવે તો પંજાબની આંતરરાષ્ટ્રીય બોર્ડર ડ્રગ્સને દેશમાં ઠાલવવા માટે સ્વર્ગ માનવામાં આવે છે. અને આજ પકડાયેલા 36.522 કિલો જથ્થામાં 34.522 કિલો હેરોઇન પંજાબમાંથી જ પકડવામાં આવ્યું છે. તો સાથે સાથે ડ્રગ્સ માફિયાઓ હવે પૂર્વોત્તરનાં રાજ્યો તરફ પણ ડ્રગ્સ અને આંતકવાદ માટે વળ્યા છે. આ વાતની પુષ્ટી કરવા માટે કહી શકાય કે, ઇમફાલમાંથી પણ 8.58 કોરડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તો કલકત્તામાંથી પણ 2 કિલો હેરોઇન સાથે એક ડ્રગ્સ પેડલરને ઝડપી લેવામાં આવ્યો છે.
દેશભરમાંથી આટલી જગ્યાએથી પકડાયું ડ્રગ્સ – હેરોઇન
પંજાબનાં ગુરદાસપુરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક થી 22 કિલો હેરોઇન, 2 પિસ્તોલ અને 90 જીવંત કાસ્તુસ કબજે કર્યા છે
https://twitter.com/ANI/status/1218193945596874753
પંજાબનાં અમૃતસરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ની 71 મી બટાલિયનએ 12.522 કિલો હેરોઇન, 1 પિસ્તોલ, 1 મેગેઝિન અને 9 કાસ્તુસ કબજે કર્યા છે.
ઇમ્ફાલમાં આસામ રાઇફલ્સના જવાનોએ ભારત-મ્યાનમાર બોર્ડર પર 8.58 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલી પ્રતિબંધિત ડ્રગ્સ વધુ તપાસ માટે મોરેહ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
કોલકાતામાં એસટીએફની એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડની ટીમે જાદવપુરમાં તેના ડ્રગ પેડલરને ધરપકડ કરી આશરે 2 કિલો હેરોઇન કબજે કરી હતી. અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્રારા વધુ તપાસ પણ હાથ ઘરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.