કોરોનાના લીધે ઘણાબધા લોકો મરી રહ્યા છે.દેશમાં કોરોનાના મૃત્યુદર પણ વધી રહયો છે.કોરોનાથી આજે એક અભિનેતા અને યુટુબર રાહુલ વહોરાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાના લીધે ફિલ્મી દુનિયાના અનેક લોકો મોતને ભેટયા છે.આજે રાહુલ વોહરા પણ કોરોનાથી અવસાન પામ્યા હતાં.આની માહિતી થેયટરના નિર્દેશક અને નાટયકાર અરવિદ ગૈાડે આપી હતી.
રાહુલ વોહરાએ ફેસબુક પર તે કોરોના સંક્રમિત છે તેની માહિતી આપી હતી.રાહુલને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.તેમની તબિયતમા સુધારો ના આવતા તેમને આયુષ્યમાન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.સારી સારવાર ના મળતા તેમનું કોરોનાથી મોત થઇ ગયું હતું.રાહુલે મદદ માટે ગુહાર લગાવી હતી અને લખ્યું હતું કે એવી કોઇ હોસ્પિટલ છે કે જયાં મને ઓક્સિજન બેડ મળી જાય મારૂ ઓક્સિજ લેવલ ઘટી રહ્યું છે.આ ઉપરાંંત બીજી અને છેલ્લી સોશિયલ મીડિયા પર દર્દનાક પોસ્ટ લખી હતી.મને પણ સારી સારવાર મળી જતી તો હું બચી જાત અને તેણે વધુમાં લખ્યું કે જલ્દી જ જન્મ લઇશ અને લારા કામ કરીશ,હવે હિંમત હારી ગયો છું. આ પોસ્ટમાં રાહુલે વડાપ્રધાન મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ટેગ કર્યો હતો. અંતે કોરોનાથી જંગ હારી ગયા. ઉલ્લેખનીય છે કે રાહુલ ઉત્તરાખંડનો રહેવાવાળા હતા ,રાહુલ સોશિયલ મીડિયા પર મોટીવેશન વીડિયો માટે જાણીતા હતા અને નેટફિલ્કસની ફિલ્મ અનફ્રીઢમમાં કામ પણ કર્યું હતું.