Entertainment/ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત, કેન્દ્રની જાહેરાત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

Trending Breaking News Entertainment
Cricket Tutorials YouTube Thumbnail 2024 09 30T110701.006 અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત, કેન્દ્રની જાહેરાત

Entertainment News: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આની જાહેરાત કરી હતી.

मिथुन चक्रवर्ती को मिलेगा दादा साहेब फाल्के पुरस्कार - Mithun Chakraborty will be awarded Dadasaheb Phalke award for contribution in Indian cinema at the 70th National Film Awards ceremony tmovh - AajTak

તેણે કહ્યું છે કે મિથુનને આ એવોર્ડ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવશે. આ વર્ષે નેશનલ એવોર્ડનું આયોજન 8 ઓક્ટોબરે કરવામાં આવશે.

Cricket Tutorials YouTube Thumbnail 2024 09 30T110326.646 અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત, કેન્દ્રની જાહેરાત

મિથુનના નામની જાહેરાત કરતા અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, “મિથુન દાની યાત્રાએ પેઢીઓને પ્રેરણા આપી છે. દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 8 ઓક્ટોબર, 2024ના રોજ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન તેમનું સન્માન કરવામાં આવશે. ગયા વર્ષે વહીદા રહેમાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

8 ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું
મિથુન ચક્રવર્તીએ પોતાના ફિલ્મી કરિયરમાં 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સિવાય તેણે બંગાળી, ભોજપુરી, તમિલ, ઉડિયા, કન્નડ, તેલુગુ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. મિથુને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 1977માં આવેલી ફિલ્મ મૃગયાથી કરી હતી. મિથુનને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

Cricket Tutorials YouTube Thumbnail 2024 09 30T110312.821 અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કરાશે સન્માનિત, કેન્દ્રની જાહેરાત

80ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો
કરિયરની શરૂઆતમાં મિથુન ચક્રવર્તીને નાની-નાની ભૂમિકાઓ મળતી હતી. તેણે 1976માં આવેલી ફિલ્મ ‘દો અંજાને’ અને 1978ની ફિલ્મ ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’માં નાની ભૂમિકાઓ ભજવી હતી. મિથુનને 1979માં આવેલી ફિલ્મ સુરક્ષાથી ખ્યાતિ મળી હતી. ત્યારબાદ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ પ્રેમ વિવાહે તેને વધુ ઓળખ આપી. જોકે, 1980નો દશક મિથુનના નામે હતો. તેણે હમસે બચલ કૌન, વરદાત, ડિસ્કો ડાન્સર, તકદીર, મુઝે ઈન્સાફ ચાહિયે, બોક્સર, ઘર એક મંદિર, કસમ પડન વાલે કી, બાઝી, આંધી તુફાન જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્હાન્વી કપૂરની તબિયત લથડી , થઈ હોસ્પિટલમાં દાખલ, આ ગંભીર સમસ્યાનો કરવો પડ્યો સામનો

આ પણ વાંચો:જાહ્નવી કપૂરને આવ્યો ‘પેનિક એટેક’,અભિનેત્રી ખરાબ રીતે લાગી રડવા

આ પણ વાંચો:‘ક્રિકેટ જ જીંદગી છે’, શ્રીમતી ધોની બનીને પહોંચી સ્ટેડિયમમાં જાન્હવી કપૂર